સગાઇ (૨)

ring

(ગતાંકથી આગળ)

                 હોસ્પિટલમાંથી બહાર આવી ખુણા પરના મેડિકલ સ્ટોરમાંથી ડોકટરે આપેલ પ્રિસ્ક્રીપશન મુજબ ઉજારડા પર લગાડવા ક્રીમ અને ગોળીઓ લઇ ગાડીમાં ઘેર જવા રવાના થયા રસ્તામાં પડતી પોલીસ ચોકીમાંથી ઇન્સ્પેકટર પારાશર પાસેથી વ્યોમેશનું સરનામું અને નંબર લઇ લીધા.

         બે દિવસ પછી બાલુભાઇએ ભારતીને કહ્યું

‘ભારતી આપણે આ વ્યોમેશના ઘેર જઇ એનો આભાર માનવો જોઇએ’

‘હા તમારી વાત સાચી છે ચાલો આજે જ અત્યારે મળી આવીએ’

            બાલુભાઇ,ભારતી અને પંકજા ઇન્સ્પેકટર પારાશર પાસેથી મળેલ સરનામે આવ્યા,ઘરની બેલ મારી તો ચંદ્રકાંતે દરવાજો ખોલ્યો તો બાલુભાઇ એકી ટશે જોઇ કહ્યું

‘જયશ્રી કૃષ્ણ રસિકભાઇ’

‘હું રસિક નહી એનો નાનોભાઇ ચંદ્રકાંત છું’

‘તો તો તું ચાંદલો ખરુંને?’બાલુભાઇએ કહ્યું

‘અને તું મંગલો બરાબર?’ચંદ્રકાંતે બાલુભાઇને બાથમાં લેતા કહ્યું

‘આવો આવો…’

           પંકજા,ભારતી,અનસુયા અને વ્યોમેશ આ બંનેના સંવાદ સાંભળી એક બીજા સામે જોવા લાગ્યા પણ પંકજાથી ન રહેવાતા બાલુભાઇને પુછ્યું

‘પપ્પા તમે એક બીજાને ઓળખો છો?’

‘હા હું ને ચંદ્રકાંત માંડવીની રામકૃષ્ણ હાઇસ્કૂલમાં સાથે જ ભણતા હતા, આ ચંદ્રકાંત ને સૌ ચાંદો કહેતા અને મારું નામકરણ તો બાલુ થયેલું પણ મારા જન્મ મંગળવારના થયેલો એટલે તારી દાદીએ મારું નામ મંગો રાખેલું સ્કૂલમાં હું ચંદ્રકાંતને ચાંદાને બદલે ચાંદલો કહેતો અને એ મને મંગલો કહેતો’બાલુભાઇએ કહ્યું તો સૌ હસ્યા

‘બેસો બેસો…’સોફા તરફ હાથ લંબાવતા ચંદ્રકાંતે કહ્યું

          અનસુયા ટ્રેમાં બધા માટે પાણી લાવી અને ખાલી ગ્લાસ ઉપાડતા ભારતી તરફ જોતા પુછ્યું

‘તમે બધા ચ્હા પીશોને…? કોઇને કોફી જોઇશે..?’

‘ના ભાભી બધા ચ્હા વાળા જ છે’બાલુભાઇએ કહ્યું

          અનસુયા રસોડા તરફ વળી તો ભારતી એના પાછળ ગઇ

‘આ વ્યોમેશે સમયસર મદદ કરી તો પંકજા બચી ગઇ’ગળગળા સાદે બાલુભાઇએ કહ્યું

‘એમાં શું અંકલ? આ તો અમારી સામે જ બનાવ બન્યો હતો તો એ તો મારી ફરજ હતી’વ્યોમેશએ કહ્યું

        આ વાત ચાલતી હતી ત્યાં સુધીમાં અનસુયા અને ભારતીએ ચ્હા નાસ્તો લાવી ટિપોય પર મૂક્યા તો અનસુયાએ પંકજા પાસે બેસી પુછ્યું

‘કેટલું ક વાગ્યું હતું તને દીકરી…?’

‘કંઇ ચિંતા જેવું નથી કાકી ખાલી ડાબા ગોઠણ પર અને ડાબા હાથમાં કોણી ઉપર થોડા ઉજરડા પડ્યા હતા પણ ક્રીમ લાગાડ્યું હતું તો મટી ગયું’ઉજરડાવાળા ભાગ બતાવતા પંકજાએ કહ્યું

‘ભાભી,ચાંદા વ્યોમેશ દીકરા ચ્હા નાસ્તો કરો.’પોતાની ચ્હાનો કપ ઉપાડતા ચંદ્રકાંતે કહ્યું

            ચ્હા નાસ્તો થઇ જતા ચંદ્રકાંતે વ્યોમેશને કહ્યું

‘વ્યોમુ દીકરા પંકજાને આપણું ઘર તો બતાવ’

        સાંભળી વ્યોમેશ આગળ ચાલ્યો અને પંકજા એની પાછળ ગઇ.

‘એલા ચાંદલા તું તો મસ્કત ગયેલોને…?’

‘અરે…ઓલા પાસપોર્ટવાળા અમુડાએ ભેખડે ભેરવી દીધા…’એક ઊંડો શ્વાસ લેતા ચંદ્રકાંતે કહ્યું

‘કાં શું થયું…?’ઉત્સુકતાથી બાલુભાઇએ પુછ્યું

‘મને કહેલું ક્લરીકલ જોબ છે એમ કહી મોકલાવેલો’

‘તો…?’ચંદ્રકાંત સામે જોતા બાલુભાઇએ કહ્યું

‘ત્યાં કન્સટ્રકશન કંપનીમાં સુપરવાઇઝરનું કામ હતું’કટાણું મ્હો કરી ચંદ્રકાંતે કહ્યું

‘તો વાંધો ક્યાં પડ્યો…?’ઉત્સુક થતા બાલુભાઇએ પુછ્યું

‘અરે સાઇટ ઉપર જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી હાજર રહેવાનું, ડ્યુટી અવર્સના કાંઇ ઠેકાણા નહીં ડયુટી પર ૧૦ કે અગ્યાર કલાક થઇ જાય,ન ખાવાના ઠેકાણા ને તાપ કહે મારું કામ બફારાના લીધે પુરી ઊંઘ પણ ન થાય પાછું ડયુટી પર તો સમયસર હાજર થવાનું જ હોય’એક નિશ્વાસ નાખતા ચંદ્રકાંતે કહ્યું

‘ઓહો આતો મોટી મુસીબત થઇ ગઇ કહેવાય હં પછી…?’

‘એક દિવસ રેક્સ સિનેમા પાસે ભમુડો મળી ગયો’

‘ભમુ મસ્કતમાં છે…?’આશ્ચ્રર્યથી બાલુભાઇએ પુછ્યું

‘ના…ઇદની ત્રણ દિવસ રજા હતી એટલે શારજાહથી મસ્કત ફરવા આવેલો ફિલમ જોઇ અમે બંને એના ફ્રેન્ડને ત્યાં રોકાયા હતા રાત્રે હોટલમાં જમ્યા બાદ કોર્નિશ પર બેસી વાતો કરતા હતા તો ભમુએ મને હાલ ચાલ પુછયા તો મેં મારી રામકહાણી કહી એ સાંભળી મને પુછ્યું શારજાહમાં નિશાન ગાડીનો શો રુમ જે કંપનીનું છે એનો એચ.આર.વાળો મારો ફ્રેંડ છે તેને વાત કરું તો તને સેલ્સમેનનો જોબ મળી જાય બોલ વાત કરું…?અતીતમાં જોતા ચંદ્રકાંતે ઉમેર્યું

‘ત્યાં ડયુટી અવર્સ તો ફિક્ષ જ હશેને…? એમ મેં ભમુને પુછયું’

‘બિલકુલ…’ભમુએ કહ્યું (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: