કેટલો ઉન્માદ છે

don't

(રાગઃ આપકી આંખોમેં કુછ મહેંકે હુવે સે રાઝ હૈ)

મન મહીં વ્યાપી રહેલો, કેટલો ઉન્માદ છે;

તે મહીં અટવાયલી, વ્યાપી રહેલી યાદ છે

 મન મહીં વ્યાપી રહેલો….

નભ મહીં સૌ વાદળા, જે વાયરે વિખરાય છે!

કેશ તારા ગૌર વદને, એ થકી પથરાય છે?

વાયરાની આ રમતને, આપવાની દાદ છે!

મન મહીં વ્યાપી રહેલો….

આંખમાં આંખો પરોવી, એમ ના જોયા કરો!

યાદ તાજી થઇ જતા, આંસુ વહે લુછ્યા કરો;

ને પછી સૌ ધડકનો, આપી રહેલી સાદ છે!

મન મહેં વ્યાપી રહેલો….

તું ધુફારીને મળે કે, ના મળે જોયું જશે!

જો મળે છે ખાતરી કે, મન બહુ મ્હોયું હશે;

એટલે છે દિલ ‘ધુફારી’ પ્રેમથી આબાદ છે!

મન મહેં વ્યાપી રહેલો….

૧૬.૧૦.૨૦૧૯ 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: