એજ તો નો’તી ખબર, શું શોધવા ચાલ્યા હતા;
માર્ગની નો’તી ખબર, શું શોધવા ચાલ્યા હતા
આંખ તો પુછી રહી છે, એક બીજીને સતત;
કાંઇ પણ આવ્યું નજર,શું શોધવા ચાલ્યા હતા
એક બીજાને સમાંતર ચાલતા પગ પુછતા;
કેટલી બાકી સફર,શું શોધવા ચાલ્યા હતા
આંખમાં રજકણ પડી, વિચાર સૌ છુટી ગયા;
આંખમાં ફૂટી ટસર, શું શોધવા ચાલ્યા હતા
રાહમાં દીઠા ‘ધુફારી’, પુછવા લાગ્યા હતા;
આંખની ખેંચી ભમ્મર, શું શોધવા ચાલ્યા હતા
૧૩.૦૮.૨૦૧૯
Filed under: Poem |
atma-pramatma ne shodhva chalya ,kathin che kam, na malyo rasto.ne DHUFARI MALYA.