મને કંઇ સમજાતુ નથી કેમ હેં મા?
તું મને બધુંય સમજાવીશને હેં મા?
કુતરો કાં આમ દોડ્યા કરે છે હેં મા?
ક્યાં જવાની ઉતાવળ હોય છે હેં મા?
કોઇ ધોળી કોઇ કાળી કાબરી બિલાડી
દુધ પીતા આંખ કાં મિચાય છે હેં મા?
કાળી કે ધોળી કે રાતી હોય છે ગાયો
ભેંશ બધી કાં કાળી જ હોય છે હેં મા?
કોયલ રોજ કેવા મીઠડા ટહુકા કરે છે
કાળી છે એટલે ઝાડમાં સંતાય છે હેં મા?
સુરજ શું રોજ આથમે ને ઘેર જાય છે?
એનું ઘર ધરતીની નીચે હોય છે હેં મા?
ચાંદલો ઉગે રાતના અજવાળુ થાય છે
તારલા બધા ક્યાં કાં સંતાય છે હેં મા?
ઝુલા પર છાપુ વાંચતા પ્રભુકાકાને પુછ
વારે ઘડીએ આવી ના કરજે તું હેં મા
૧૯.૦૮.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply