મળેલા જીવ (૮)

LB

(ગતાંકથી આગળ)

      મૌસમી છેવટ સુધી રડી તે રડી બસ ચહેરા પર કોઇ હાવભાવ વગર ઘરના કામમાં પરોવાઇ ગઇએક દિવસ પન્નાલાલ,આર.વી.દેસાઇ,ચુનીલાલ મડિયાધૂમકેતુકનૈયાલાલ મુનશી જેવા નામાંકિત સર્જકના વસાવેલ પુસ્તકોની મિની લાયબ્રેરી જેવા પોતાના કબાટને સાફ કરતી હતી. બધા વચ્ચે મૂકેલી ડિક્ષનેરી એના હાથમાંથી સરીને નીચે પડી અને એમાંથી બહાર આવ્યો પારસનો ફોટોગ્રાફ તેને હાથમાં લેતા મૌસમી ધ્રુસ્કે ધુસ્કે રડવા લાગી,મૌસમીની આસપાસ સદા મંડરાતી લીલાવતી તરત દોડીને મૌસમી પાસે આવીને એને બાથમાં લઇ પીઠ પસવારતા રડવા દીધી,આટલા લાંબા સમયથી હૈયામાં ધરબાયલા ડૂમા કોઇ મહાસાગરમાં ભરતી આવી હોય એમ મૌસમીની આંખોથી ઉમટી પડયા.

         પંદરેક મિનીટ જેવા સમય પછી મૌસમી શાંત અને સ્વસ્થ થઇ તો લીલાવતીએ એને પાણી પાઇને પાસે બેસાડી માથા પર હાથ ફેરવતા પુછ્યું

દીકરી કોણ છે..?’

         મૌસમીએ ત્રુટક ત્રુટક શબ્દોમાં બધી વાત કરી.

તું રડી ને તારા મન પરથી બોજ ઉતરી ગયો મારા માટે મોટી વાત છે,બાકી દુઃખનું ઓસડ દહાડા મુરલીધર બધા સારા વાના કરશેકહી લીલાવતીએ મૌસમીને ફરી બાથમાં લઇ કહ્યું

તું બેસ હું તારા માટે સરસ કોફી બનાવી લાવું છું

           રાત્રે લીલાવતીએ મૌસમીના રડવાથી એણે કહેલ બધી વાત લક્ષ્મીદાસને જણાવી.બીજા દિવસે લક્ષ્મીદાસે એજ વાત જગદીશને જણાવી અને બંને મિત્રોએ એવું નક્કી કર્યું કે, વિનાયકને મળીને તેને બધી વાતથી માહિતગાર કરીને મૌસમી અને પારસના લગ્ન કરાવી આપવા.

-0-

           લક્ષ્મીદાસ અને લીલાવતી મૌસમીને લઇ ભારત આવ્યા અને જગદીશ તેમને લેવા એરપોર્ટ પર આવ્યો.જગદીશને બાથ ભીડીને મૌસમી ધ્રુસ્કે ધ્રુસ્કે ફરી રડી પડી એને બાથમાં લઇ પલ્લવીએ શાંત પાડી સામાન ગાડીમાં ગોઠવાયો અને સૌ ઘેર આવ્યા ત્યારે પલ્લવીને બાથ ભીડી મૌસમી ફરી રડી પડી.પલ્લવીએ એની પીઠ પસવારતા એને રડવા દીધી પછી લીલાવતીએ લાવેલ પાણી પાઇને શાંત પાડીને એના બેડરૂમમાં લઇ જઇ એને આરામ કરવા કહી બહાર આવી.

           લક્ષ્મીદાસે જગદીશને પુછ્યું

જગલા તારી પાસે વિનાયકના નંબર છે..?’

હા મને ઇન્સપેકટરે સાવંતે આપ્યા છેકહી ફોન નંબરની ડાયરી આપી તો લક્ષ્મીદાસે વિનાયકને કોલ કરી સ્પિકર ઓન કર્યો અને મૌસમીએ કરેલી બધી વાત કરી તો વિનાયકે પોતે બધી વાત ઇન્સપેકટર સાવંતે આપેલી માહિતીથી જાણે છે એમ જણાવ્યું પછી તો લક્ષ્મીદાસે મૌસમીના લગ્ન અને ભાવેશના અકાળ અવસાનની વાત કરી.

જે થયું તે ખોટું થયું લક્ષ્મીદાસભાઇ હવે આપણા ભાગ્યમાં અફસોસ સિવાય શું બચ્યું છે?’વિનાયકે કહ્યું

થયેલી ભૂલ હું સુધારવા માંગુ છું જો તમારા તરફથી હા હોય તોલક્ષ્મીદાસે કહ્યું

હું સમજયો નહીં આપ કહેવા શું માંગો છો?’અવઢવમાં અટવાતા વિનાયકે પુછ્યું

મૌસમી એક વખત મારી પુત્રવધુ હતી હવે મારી દીકરી છે તો હું એના લગ્ન પારસ સાથે કરાવી કન્યાદાન દેવા માગું છું જો તમને મંજૂર હોય તો અમે ભુજ આવીએ

        વાત અમૃતા અને પારસ ત્યાં હાજર રહી સાંભળતા હતા તેઓ એક બીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા અને બધા સહમત થયા.

ભલે મને સ્વિકાર્ય છે તમે પ્રેમથી આવો

        બે દિવસ પછી લગ્નની તૈયારી સાથે બધા ભુજ આવ્યા એરપોર્ટ પર બધાનું વિનાયકે ઉમળકાભેર સ્વાગત કર્યું અને ઘેર લવાયા. નક્કી થયેલી તારીખે લક્ષ્મીદાસે પ્રેમથી મૌસમીનું એક પિતા તરિકે કન્યાદાન કર્યું અને વિખુટા પડેલા મળેલા જીવ સાચા અર્થમાં ફરી મળી ગયા. (સંપુર્ણ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: