(ગતાંકથી આગળ)
મૌસમી છેવટ સુધી ન રડી તે ન જ રડી બસ ચહેરા પર કોઇ હાવભાવ વગર ઘરના કામમાં પરોવાઇ ગઇ. એક દિવસ પન્નાલાલ,આર.વી.દેસાઇ,ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી જેવા નામાંકિત સર્જકના વસાવેલ પુસ્તકોની મિની લાયબ્રેરી જેવા પોતાના કબાટને એ સાફ કરતી હતી.આ બધા વચ્ચે મૂકેલી ડિક્ષનેરી એના હાથમાંથી સરીને નીચે પડી અને એમાંથી બહાર આવ્યો પારસનો ફોટોગ્રાફ તેને હાથમાં લેતા જ મૌસમી ધ્રુસ્કે ધુસ્કે રડવા લાગી,મૌસમીની આસપાસ સદા મંડરાતી લીલાવતી તરત દોડીને મૌસમી પાસે આવીને એને બાથમાં લઇ પીઠ પસવારતા રડવા દીધી,આટલા લાંબા સમયથી હૈયામાં ધરબાયલા ડૂમા કોઇ મહાસાગરમાં ભરતી આવી હોય એમ મૌસમીની આંખોથી ઉમટી પડયા.
Filed under: Stories | Leave a comment »