(ગતાંકથી આગળ)
‘ગોડબોલે…’ ઇન્સપેકટર સાવંતે પોતાના ખાસ માણસને સાદ પાડ્યો
‘યસ સર….’સલામ કરતા ગોડબોલે કહ્યું તો સાવંતે એના પાસેથી એક ફાઇલ મંગાવી
‘આ વિપુલનો એક ફ્રેંડ છે સુકેતુ તેના પર નજર રાખો ને બાતમી કઢાવો’
‘યસ સર’કહી ગોડબોલે ગયો અને પોતાના બાતમીદાર બંટીને બોલાવી બધી વાત કરી અને પ્લાન સમજાવ્યો.
એક રેસ્ટોરન્ટમાં સુકેતુ બેસીને પોતે મંગાવેલ ઓર્ડરની રાહ જોઇ રહ્યો હતો તો બંટીએ તેની સામે ઊભા રહી પુછ્યું
‘તમને વાંધો ન હોય તો હું અહીં તમારી સામે બેસું..?’
‘હા..હા.મને શું વાંધો હોય…?’બે ફિકરાઇથી સુકેતુએ કહ્યું #
બંટીએ ત્યાં ફરતા વેઇટરને પોતાનો ઓર્ડર આપ્યો.સુકેતુએ પોતે મંગાવેલ ઓર્ડર સાથે કોકાકોલા આવ્યું એ દરમ્યાન બંટીના મદદનીશે કોકાકોલામાં વ્હિસ્કી મિક્ષ કરી મોકલાવી,આવા વિસ્કી મિક્ષ કરેલા કોકાકોલાના ચાર ગ્લાસ સુકેતુ માટે બંટીના મદદનીશે મોકલાવ્યા એ સુકેતુ પી ગયો તેની આંખો ઘેરાવા લાગી તો બંટીએ શરૂઆત કરી
‘મને લાગે છો તમે વિપુલના મિત્ર છો નહીં..?’
‘હા એ તો મારો જીગરજાન મિત્ર છે’
‘ઓલ્યા વિપુલની બેન શું નામ…?’
‘મૌસમી..’
‘હા મૌસમી તો પરણીને લંડન ગઇ નહીં નશીબદાર કહેવાય’
‘અરે એ તો પારસને પરણવા માંગતી હતી’
‘કોણ પારસ…?’
તો સુકેતુ બડાઇ મારતા અતઃ થી ઇતી સુધી બધી રામાયણ કરી દીધી જે બંટીના મદદનીશે પોતાના મોબાઇલ પર રેકોર્ડ કરી લીધી પછી બંટીએ સુકેતુને કહ્યું
‘ચાલો રાત બહુ વિતી ગઇ છે હું જાઉ…’કહી બંટી અને એનો મદદનીશ સરકી ગયા
બંટીએ સુકેતુના કબુલનામાની ક્લિપ સાવંતને બતાવી તો સાવંતે એ ક્લિપ ડાઉન લોડ કરી બંટીને મોબાઇલ પાછું આપતા કહ્યું
‘ગુડ જોબ..જા તારા પૈસા તને મળી જશે.’સાવંતે પારસના બ્યાનની અને સુકેતુના બ્યાનની એક સીડી બનાવી એસીપી શર્માને આપી.સુકેતુને સકંજામાં લઇ એ હુમલાખોર કોણ હતા એનો પત્તો લગાવી બધાને સળિયા પાછળ ધકેલી દીધા અને વિપુલના ઘેર એરેસ્ટ વોરંટ લઇને સાવંત પહોંચ્યો તો જગદીશ હેબતાઇ ગયો. વિપુલને એરેસ્ટ કરીને લઇ જતા હતા ત્યારે જગદીશે એક થપ્પડ મારતા કહ્યું
‘બસ આ જ દિવસ જોવાના બાકી હતા નાલાયક.ઇન્સપેકટર સાહેબ લઇ જાવ આ કપાતરને’ એ જોઇ વિપુલની મા પલ્લવી રડી પડી.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply