કોઇનું પણ આંસુ લૂછયું હોય તે બેસે અહીં;
ને પછી છાતીમાં દુઃખ્યું હોય તે બેસે અહીં
હાથમાં લઇ હાથ પસવારી કરીને પ્રેમથી
શું થયું છે દોસ્ત પુછયું હોય તે બેસે અહીં
પ્રેમદાના પ્રેમ બદલે દર્દ પામ્યા હો છતાં
એ દર્દને સાંચવી રાખ્યું હોય તે બેસે અહીં
રોજ ભોજન સ્વાદ ચાખે ભુખને જાણે નહીં
ભુખ કેરો સ્વાદ ચાખ્યું હોય તે બેસે અહીં
પ્રેમના ગુણગાનના ગીતો ‘ધુફારી’ સૌ લખે
દર્દ જાણી કોઇનું લખ્યું હોય તે બેસે અહીં
૨૫.૦૫.૨૦૧૯
મત્લા સૌજન્ય – સ્નેહી પરમાર
Filed under: Poem |
Leave a Reply