મળેલા જીવ (૬)

LB

(ગતાંકથી ચાલુ)

                વિનાયકે પારસના હાઇસ્કૂલ વખતના મિત્રોને મળવા બોલાવી કહ્યું

‘પારસને એના ભૂતકાળની કોઇ વાત યાદ નથી એટલે તમે મળવા આવો ત્યારે તેને જુની વાત યાદ કરારવાનો પ્રયત્ન કરજો’

      નક્કી થયા મુજબ સૌ મિત્રો મળવા આવ્યા તેમાં અખિલેશે સાથે લાવેલ ગ્રુપ ફોટો દેખાડી પારસને પુછ્યું

‘યાદ છે પારસ આપણે સફેદ રણ જોવા ગયેલા ત્યારે ઓલી યુરોપિયન લેડીએ મારા મોબાઇલમાં આ સ્નેપ લઇ આપેલો..?’

‘ના મને કશું યાદ નથી ન તો હું તમને ઓળખું છું ન તો તમારા નામ યાદ છે’

‘કંઇ વાંધો નહીં મારું નામ અખિલેશ છે,આ મંયક છે,આ રશ્મિન છે અને આ પંકજ છે’

‘હશે તો પણ…’આગળ શું કહેવું તેની અવઢવમાં પારસ અટવાયો તો અખિલેશે કહ્યું

‘જો પારસ આપણે હાઇસ્કૂલ મૂકી જુદી જુદી કોલેજમાં ભણવા જઇએ ત્યારે ત્યાં બધા અજાણ્યા ચહેરા જ હોય છે તો પણ વખત જતા સૌ એક બીજાના મિત્રો થઇ જાય છે’

‘હા એ વાત સાચી તો..?’

‘તેવી રીતે જ આપણે નવેસરથી મિત્રો ન થઇ શકિએ..?’

‘ઓક ડન..’પારસે હસીને કહ્યું

‘જો પારસ આમ આપણાથી મળાય કે ન મળાય પણ આપણે વોટ્સ અપ ગ્રુપ બનાવીએ તો ગમે ત્યાં હોઇએ પણ સંપર્કમાં રહી શકાય’અખિલેશે કહ્યું

         અખિલેશના સજેશન પ્રમાણે વોટ્સ અપ ગ્રુપ બની ગયો ત્યાર બાદ અહીં ત્યાંની વાતો કરી સૌ છુટા પડ્યા,મિત્રો અવાર નવાર વોટ્સ અપ પર મળતા આમ પારસ નવા પારસ તરિકે જીવવા લાગ્યો અને પોતાના પિતાના બિઝનેસમાં પરોવાઇ ગયો.દિવસો સુખ રૂપ પસાર થઇ રહ્યા હતા.

         એક રવિવારના દિવસે શો કેશમાં મૂકેલ અંગૂર,ખટ્ટા મિઠા,ગોલમાલ,ચુપકે ચુપકે જેવી કોમેડી ફિલ્મની વિડીઓ કેસેટમાંથી આજે કઇ જોવી એમ પારસ વિચારતો હતો ત્યાં અખિલેશ આવ્યો ને પુછ્યું

‘શું ચાલે છે..?’

‘આજે રવિવાર છે તો વિચારતો હતો કઇ ફિલ્મ જોવી?’કહી પારસ મલક્યો

‘આ બધી તો તેં જોઇ હશે મારો વિડીઓ પ્લેયર રિપેરિન્ગમાં છે અને મને મારો કઝીને આ જુની ફિલ્મ નવરંગની કેસેટ આપી છે એ જોઇએ એના ગાયન મસ્ત છે’ કહી અખિલેશે કેસેટ પારસને આપી

           પારસે કેસેટના કવર પર રાજકમલ કલા મંદિર વાંચતા એને ઓચિંતો ઝબકારો થયો હોય એમ વિચારમાં ગરકાવ થઇ થયેલો જોઇ અખિલેશે પુછ્યું

‘શું થયું પારસ..?’

‘આ રાજકમલ નામ ક્યાંક સાંભળેલું અને પરિચિત લાગે છે’અખિલેશ તરફ જોતા પારસે કહ્યું

‘ફિલ્મ પ્રોડ્યુસર વ્હી.શાંતારામના પ્રોડ્કશન હાઉસનું આ નામ રાજકમલ કલા મંદિર તો બહુ જાણિતું છે તેણે કેટલીયે ફિલ્મો બનાવી છે’

‘નહીં યાર એ સાથે નહીં બીજે કશેક…’કહી પારસ માથું પકડી બેસી ગયો

         પારસની આ હાલત જોઇ અખિલેશને થયું કે કદાચ તેને કશું જુનું યાદ આવતું હોય એટલે સોફા પર બેસી છાપું વાંચતા વિનાયકને બોલાવી લાવ્યો

‘રાજકમલ…રાજકમલ…રાજકમલ..રટના કરતા છત સામે જોતા પારસના માથા પર હાથ ફેરવતા વિનાયકે પુછ્યું

‘શું થયું દિકરા પારસ’

‘હા…રાજકમલ સુકેતુ મને મૌસમીને મળવા રાજકમલ ટોકિઝની કેન્ટિન પર લઇ જતો હતો ત્યારે રસ્તામાં ચાર બુરખાધારીએ અમને અટકાવ્યા અને મારા માથા પર પાછળથી કોઇએ માર માર્યો…’

‘આ મૌસમી કોણ હતી..?’

        પારસે મૌસમીની પહેલી મુલાકાતથી છેલ્લે એને માર પડ્યો ત્યાં સુધી બધી વાત કરી જે વિનાયકે પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી અને પારસ પાસેથી મૌસમીના નંબર માગ્યા તે પર વિનાયકે કોલ કર્યો તો જવાબ મળ્યો આ નંબર અસ્તિત્વમાં નથી.

‘તું બેફિકર થઇ જા દિકરા હું ઇન્સ્પેકટર સાવંતને વાત કરું છું એ બધી ઘટનાનો પત્તો મેળવી આપશે’

       વિનાયકે ઇન્સપેકટરને કોલ કરી બધી વાત કરી અને પોતે રેકોર્ડ કરેલ પારસની બધી વાતની ક્લિપ સાવંતને મોકલાવી આપી(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: