(ગતાંકથી ચાલુ)
‘હા આપણો એક બીજાથી પરિચય થાય માટે’મૌસમીએ પડળ ઢાળી કહ્યું
‘હું સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું એટલે તને અત્યારે જ કહી દઉ છું લંડનમાં મારી નતો કોઇ ગર્લફ્રેંડ હતી કે હાલમાં પણ કોઇ નથી હું તને ગમું છું કે નહીં એ જાણ્યા વગર આપણા ભાવી સબંધ માટે કોલ અપાઇ ગયા છે’ભાવેશે મૌસમીનો હાથ પકડીને કહ્યું
મૌસમીએ પારસ અને પોતાના પ્રેમપ્રકરણ વાત અતઃ થી ઇતી સુધી ત્રુટક ત્રુટક શબ્દોમાં ગળગળા સાદે કહી સંભળાવી તો ભાવેશે મૌસમીનો હાથ થપથપાવતા કહ્યું ‘It’s OK baby તેં નિખાલશતાથી બધી વાત કરી એ મને ગમ્યું અને તું પણ ગમી આજ પછી હું તને પારસ બાબત કાંઇ નહીં પુછું It’s a promise from my side farget it ચાલ હસ જોઉ’સાંભળી મૌસમી ભાવેશને બાથ ભીડી રડી પડી.
ભાવેશે એની પીઠ પસવારતા રડવા દીધી મૌસમી ભાવેશથી અલગ થઇ બાથરૂમમાં ગઇ અને મોઢા પર છાલક મારી હાથ મોઢું લુછતા બહાર આવી તો પલંગ પાસેની સાઇડ ટેબલ પર પડેલ જગમાંથી પાણી લાવી ભાવેશે મૌસમીને આપી કહ્યું
‘મેં તો તને હસવા કહ્યું હતું પણ તું તો રડવા લાગી ચાલ હવે હસ જોઉં’
ત્યાર બાદ બંને પોતાના ગમા અણગમાની વાતો કરી અને બીજી ઘણી વાતો ચાલતી હતી ત્યાં લીલાવતીએ રૂમમાં દાખલ થયા પછી પુછ્યું
‘ભાવુ તમારી મિટીન્ગ પુરી થઇ હોય તો ઘેર જઇએ..?’
‘હા મમ્મી ચાલ’કહી ભાવેશ ઊભો થયો તો મૌસમીએ લીલાવતીના ચરણસ્પર્શ કર્યા
‘સદા સુખી રહો ખુશ રહો’કહી લીલાવતીએ મૌસમીને ખભેથી પકડી ઊભી કરી બાથમાં લીધી પછી માથું સુંઘી કપાળે ચુંબન કર્યું
‘આ તમારો મેળાપ પુરો થયો હોય તો ઘેર જઇએ’લક્ષ્મીદાસનો સાદ સંભળાયો
‘હા ચાલો ચાલો ચાલ ભાવુ’લીલાવતીએ ભાવેશનો હાથ પકડી કહ્યું
શુભસ્ય સિઘ્રમ્ વાતમાં માનતા બંને મિત્રોએ ભાવેશ અને મૌસમીના લગ્ન અઠવાડિયામાં રંગે ચંગે પાર પાડ્યા અને મૌસમી ભાવેશને પરણીને લંડન જતી રહી. ભાવેશ નવી મળેલ નોકરીમાં ગોઠવાઇ ગયો અને મૌસમી હવે આ જ મારું ભવિષ્ય સમજી ગૃહસ્થીમાં પરોવાઇ ગઇ.ચાર વ્યક્તિનો સુખી સંસાર ચાલતો હતો. લક્ષ્મીદાસનો નાનો જનરલ સ્ટોર હતો જે સારો ચાલતો હતો.લંડનના ગુજરાતી સમાજના કાર્યક્રમોમાં ભાવેશ અને મૌસમી પ્રેમથી ભાગ લેતા એ જોઇ લીલાવતી અને લક્ષ્મીદાસ હરખાતા હતા.
એક દિવસ માર્ગ અકસ્માતમાં ભાવેશનુ મૃત્યુ થઇ ગયું.લક્ષ્મીદાસ અને લીલાવતી હેબતાઇ ગયા.ભાવેશના અંતિમ દર્શન કરાવ્યા બાદ ભારે હ્રદયે લીલાવતીએ મૌસમીનું ચૂડાકર્મ કરાવ્યું.આ બધું મૌસમી નિર્લેપભાવે જોઇ રહી હતી પણ એની આંખમાંથી આંસુનું એક ટીપુ પણ ન પડયું.એ જોઇ લક્ષ્મીદાસના મિત્ર અને પડોશી બકુલ ઠકકરે કહ્યું
‘લખુ મૌસમીને રડાવવી જરૂરી છે નહીંતર કદાચ એ ગાંડી થઇ જશે’
લાખ પ્રયત્ન છતાં મૌસમી ન રડી તે ન જ રડી,બસ એ ક્યારેક ભાવેશના ફોટોગ્રાફને યા તો પોતાના અડવા હાથને નહીંતર છત સામે શુન્યમનસ્ક જોયા કરતી હતી.લક્ષ્મીદાસે જગદીશને મૌસમી વિધવા થયાના સમાચાર આપ્યા ત્યારે જગદીશે રડમશ અવાઝે કહ્યું
‘લખુ મૌસમીને ભારત મોકલી આપ’
‘ના જગલા મૌસમી પહેલાં મારી પુત્રવધુ હતી હવે મારી દીકરી છે’
‘તો પણ લખુ…’જગદીશ અવઢવમાં અટવાઇ આગળ કંઇ બોલી શકયો નહીં
‘જગલા તને મારા પર ભરોસો નથી..? હું મૌસમીને મારી દીકરીની જેમ જ સાચવીશ અને ખાસ વાત તો એ છે ભાવેશના અવસાન પછી એ રડી નથી તેની ચિંતા થાય છે એટલે આ હાલતમાં ભારત મોકલતા મારો જીવ નથી ચાલતો પણ ફિકર નહીં કર એનો ઇલાજ થઇ જશે’ (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply