મળેલા જીવ (૩)

LB

(ગતાંકથી આગળ)

 પારસના પિતા વિનાયક અને માતા અમૃતા ભુજથી હોસ્પિટલમાં આવી ગયા અને ડોકટર ગવાસકરને મળ્યા અને તેમણે કહ્યું

‘હા એ અમારો દીકરો પારસ છે અમે તો ભુજમાં રહીએ છીએ પારસ અહીં હોસ્ટેલમાં રહી ભણતો હતો પણ આ તમને મળ્યો ક્યાંથી?’આઇ.સી.યુ રૂમના બારણા પરની વિન્ડોમાંથી જોઇને વિનાયકે પુછ્યું

‘કોઇએ તેના માથા પર પાછળથી વાર કરેલ તેથી બેભાન થયેલ પારસને રેલ્વે ટ્રેક પર ફેંકી ગયો હતો પણ ટ્રેઇનના ડ્રાઇવરની સમયસુચકતાથી એ બચી ગયો.’

‘ભગવાન એ ડ્રાઇવરનું ભલું કરે,અમે પારસને મળી શકીએ..?’વિનાયકે ડોકટર ગવાસકરને પુછ્યું

‘પારસને હોસ્પિટલમાં લવાયા બાદ જરા ભાન વળી પણ એ કશું કહી શક્યો નહીં અને છેલ્લા સાત દિવસથી કોમામાં છે અમે અમારી લેવલ બેસ્ટ સારવાર કરીએ છીએ પણ એ કયારે ભાનમાં આવશે કહેવું હાલ ઘડી અશક્ય છે’

             બંને પારસના બિછાના નજીક આવ્યા અમૃતા પારસના માથા પર હાથ ફેરવતા રડી પડી તો સજળ નયણે દિકરાને નિહાળતા વિનાયકે અમૃતાને રૂમની બહાર લઇ આવ્યો.     

 ‘ડોકટર અમે હોટલ મુન પ્લાઝમાં ચેક ઇન કરેલ છે તો કંઇ રિકવરી થાય અને પારસ ભાનમાં આવે તો પ્લીઝ મને ત્યાં રૂમ નંબર ૩૦૧માં જાણ કરજો.’

‘આપ આ વિગત રિસીપ્શન કાઉન્ટર લખાવી દો’

     વિનાયકે અમૃતાને ટેકો આપી એમ કરવાની સંમતિમાં માથું હલાવી બંને ગયા.બીજા દિવસે વિનાયક પારસની હોસ્ટેલ પર જઇને ત્યાંના મેનેજરને મળ્યો અને પારસનો જે કંઇ સામાન હતો એ ભેગો કરી હોટલ પર લાવ્યો

‘આ બધું ક્યાંથી લાવ્યા..?’અમૃતાએ પુછ્યું

‘હું પારસની હોસ્ટેલ પર ગયેલો અને ત્યાંથી પારસનો બધો સામાન એના રૂમમાંથી ભેગો કરીને લાવ્યો છું’

‘હા આ તમે સારૂ કર્યું આમે પારસનું ભણતર પુરું થઇ ગયું છે’

     બીજા સાત દિવસ પછી પારસ ભાનમાં આવ્યો તો નર્સ ડોકટર ગવાસકરને બોલાવી લાવી.

‘ગુડ મોર્નિન્ગ મિસ્ટર પારસ’

‘મારું નામ પારસ છે? હું અહીં હોસ્પિટલમાં કેમ અને ક્યાંથી?’

‘તમને કોઇ અકસ્માત નડેલો એટલે રોડ પરથી પોલીસ દ્વારા અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છો,મેં તમારા મમ્મી પપ્પાને જાણ કરી છે એ હમણાં જ આવવા જોઇએ’ડોકટર ગવાસકરે મલકીને કહ્યું

‘મારા મમ્મી પપ્પા..? તમે એમને ઓળખો છો..?’

‘નહીં મને તમારા મોબાઇલ પરથી તેમના નંબર મળેલા તેઓએ જ અહીં આવી તમારી ઓળખ કરી કહ્યું હતું કે,હા આ અમારો દીકરો પારસ છે’

          બહાર પહેરો ભરતા હવાલદારે ઇન્સપેકટર સાવંતને પારસ ભાન આવ્યાની જાણ કરી ઇન્સપેકટર સાવંતે પારસના બિછના પાસે આવી પુછ્યું

‘મી.પારસ તમારા પર હુમલો કોણે કરેલો એ વ્યક્તિને તમે જાણો છો?’

      પારસે માથું ધુણાવી ના પાડી પછી ઘડી ભર ક્યારેક ઇન્સપેકટર સાવંત સામે ક્યારે ડોકટર ગવાસકર તરફ જોવા લાગ્યો,આ વાત ચાલતી હતી તે દરમ્યાન પારસના પિતા વિનાયક અને માતા અમૃતા હોસ્પિટલમાં આવી ગયાની જાણ નર્સે ડોકટર ગવાસકરને કરી તો ડોકટર ગવાસકર બંનેને પારસના રૂમમાં લાવ્યા.

‘તું કેમ છે દીકરા..?’પારસના માથા પર હાથ ફેરવતા અમૃતાએ પુછ્યું

‘હું બરાબર છું પણ તમે કોણ છો..?’અમૃતાનો હાથ હડસેલતા પારસે પુછ્યું

‘હું તારી મમ્મી અમૃતા છું બેટા અને આ તારા પપ્પા વિનાયક છે બેટા તું અમારો એકનો એક દીકરો છો શું તું અમને ઓળખતો નથી..?’

‘ના..’ચકળ વકળ ડોળે જોતા પારસે કહ્યું તો અમૃતા વિનાયકના ખભે માથું રાખી રડી પડી તેને સાંત્વન આપતા વિનાયકે કહ્યું

‘અમુ એ બિચારાને પોતે કોણ છે એ પણ ખબર નથી તો આપણને ક્યાંથી ઓળખે ધીરજ રાખ દુઃખનું ઓસડ દહાડા વખત જતા તેને બધું યાદ આવશે તો એ બધું સમજી જશે’કહી તેણે ડોકટર ગવાસકર સામે જોયું તો ડોકટર ગવાસકરે સધિયારો આપતા કહ્યું#

‘હા..અમૃતાબેન વિનાયકભાઇની વાત સાચી છે આ કંઇ કાયમ નથી રહેવાનું’

‘તમે મારા મમ્મી પપ્પા છો તો મને ઘેર લઇ ચાલો મને અહીં ગભરામણ થાય છે’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: