(ગતાંકથી આગળ)
વિપુલની બહેન મૌસમી અને પારસ બંને કોલેજના વાર્ષિક ઉત્સવમાં રંગભૂમીનું પ્રખ્યાત નાટક ‘મળેલાજીવ’ રજુ કરવાના હતા.નાટકની પ્રેકટીશ દરમ્યાન બંનેના જીવ ખરેખર મળી ગયા.નાટકને સારો પ્રતિસાદ મળ્યો, કોલેજના ડીન આ મહોત્સવની સફળતા જોઇ બંને પર વારી ગયા.ફાઇનલ પછી બંને લગ્ન કરી લેવા એવા સોનેરી સોણલામાં ખોવાઇ ગયા.
‘હું તારા પપ્પા પાસે આપણા લગ્નની વાત કરવા આવું તો એ સ્વિકારશે?’ કેન્ટિનમાં સોફ્ટ ડ્રિન્ક પીતા પારસે મૌસમીને પુછ્યું
‘હા મારા પપ્પા એમાં કોઇ વાંધો નહીં લે કારણ કે,એમને ખબર છે કે,હું એમના નામને કોઇ ધબ્બો લાગે એવું કામ નહીં કરું’
‘પરમ દિવસે રવિવાર છે તો હું તારા પપ્પાને મળવા આવીશ’કહી બંને છુટા પડ્યા
કેન્ટિનમાં થતી આ વાત વિપુલના મિત્ર સુકેતુ સાંભળી ગયો અને ઘટનાથી વિપુલને માહિતગાર કર્યો.સુકેતુની વાત સાંભળી પ્રણયભંગ વિપુલ અંદરથી ખડભડી ગયો અને પોતાના પ્રેમ લગ્ન ન થયા તો મૌસમીના પણ ન થવા જોઇએ એવો નિર્ધાર કરી બાજી ગોઠવી.કેન્ટિનમાં નક્કી થયા મુજબ પારસ મૌસમીના પપ્પા જગદીશને મળવા આવ્યો ત્યારે વિપુલ ઘરના દરવાજો બંધ કરી ગેટ પાસે પારસની રાહ જોતો ઊભો હતો.પારસ આવ્યો ત્યારે હસીને આવકારતા પુછ્યું
‘અરે! પારસ તું ને અહીં..?’
‘હું તમારા પપ્પાને મારા અને મૌસમીના લગ્ન બાબત વાત કરવા આવ્યો છું’પારસે નિખાલસતાથી કહ્યું
‘પણ પપ્પા,મમ્મી અને મૌસમી તો મારા મામાના ઘેર સત્યનારાયણની કથા સાંભળવા ગયા છે,મારા મામાનો દીકરો હમણાં ગાડી લઇને મને લેવા આવનાર છે તું પણ સાથે ચાલ ત્યાં પપ્પા સાથે બધી વાત કરી લેજે’મલ્કીને વિપુલે કહ્યું
‘ના આવા જમેલામાં આવી નાજુક વાત ન કરાય,તું તારે જા હું ફરી ક્યારેક આવીશ’ ‘હા આમ તો તારી વાત પણ સાચી છે’સંમતિમાં માથુ હલાવી વિપુલે કહ્યું
‘સારું હું જાઉ..’કહી પારસ પાછો વળ્યો.તો અડવિતરા વિપુલે પોતાની ચંડાળ ચોકડીને કોલ કરી પોતાની બાજી સમજાવી.
હોસ્ટેલમાં રહી ભણતા પારસના રૂમ પર આવી સુકેતુએ કહ્યું
‘હું વિપુલનો મિત્ર સુકેતુ છું અને મૌસમી મને પણ પોતાનો ભાઇ જ સમજે છે એટલે મૌસમીએ તને મળવા માંગે છે એ સંદેશો આપવા મને તારી પાસે મોકલાવ્યો છે’
‘તો ચાલ મૌસમીના ઘેર જઇએ’કહી પારસ પોતાની બાઇક તરફ વળ્યો
‘એની જરૂર નથી તું મારી સાથે મારી બાઇક પર ચાલ’કહી સુકેતુએ પારસને પોતાની બાઇક પર પાછળ બેસાડ્યો.બાઇક મૌસમીના ઘર તરફનો રસ્તો મૂકી કોઇ સુમસામ રસ્તે વળી તો પારસે પુછ્યું
‘સુકેતુ તું મને ક્યાં લઇ જાય છે આ રસ્તો તો મૌસમીના ઘર તરફ તો નથી જતો’
‘મૌસમીએ તને રાજકમલ ટોકિઝની કેન્ટિનમાં મળવા બોલાવ્યો છે’
એ સુમસામ રસ્તાના એક ખુણે ચાર બુરખા ધારી લોકોએ બાઇકને ઘેરીને ઊભા રહ્યા અને પારસ કંઇ સમજે તે પહેલાં તેના માથા પર પાછળથી વાર થયો અને તેને ઘસડીને કારની પાછલી સીટ પર નાખીને બેભાન અને ઘાયલ પારસને રેલ્વેના પાટા મૂકી બધા પલાયન થઇ ગયા.થોડીવાર પછી આવી રહેલી એક્સપ્રેસ ટ્રેઇનના ડ્રાઇવરે ટ્રેક પર પડેલા પારસને જોઇને ટ્રેઇનને ઇમર્જન્સી બ્રેક મારી પારસથી લગભગ ૧૦૦ મીટર દૂર ટ્રેઇન ઊભી રહી ગઇ.ગાર્ડે આવી રેલ્વે ટ્રેક પર પડેલ પારસને જોઇ ડ્રાઇવરને કહ્યું
‘વાહ મોભતસીંગ તમે ખરેખર ખૂબ સમયસૂચકતા વાપરી બ્રેક મારી નહીંતર આ બિચારો તો કપાઇ મુવો હોત’
ગાર્ડે સ્ટેશન માસ્તરને જાણ કરી અને એમ્બ્યુલન્સ અને પોલીસ આવી અને પારસને ગોવિંદ ગવાસકરની હોસ્પિટલ લઇ ગયા.ત્રણ દિવસ પછી પારસ ભાનમાં આવ્યો અને ચકકર વકકર આંખે આજુ બાજુ જોયું પણ પોતે કોણ છે એવું એ ડોકટર ગવાસકરને કશું કહેવા અસમર્થ હતો અને કોમામાં સરી પડ્યો.પારસના પોશાકમાંથી મળેલ મોબાઇલ પર પપ્પા નામ જોઇ પોલીસે તેમને કોલ કરી બધી વાતથી માહીતગાર કર્યા. (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply