પ્રેમદા પાછી વળીને કેમ એ મલકી હશે પુછી જુઓ
આભમાં વાદળ હશે કે વીજળી ચમકી જશે પૂછી જુઓ
ગેરસમજણની બધી વાતો મહીં ચીંગાર મૂકી એ ભાગ્યા
દાંત ભીસી વાત જે બોલ્યા મહીં ધમકી હશે પૂછી જુઓ
પ્રેમ કેરી વાતની લાંબી કતારો ચાલતી ચાલ્યા કરે
ને પછી એ વાઝ આવી તે મહીં છટકી હશે પૂછી જુઓ
વાત ચાલી વેર લેવા કે કતલ કરવા તણી હો યોજના
તે મહીં અંઝામ દેવા ક્યાંક તો કટકી હશે પુછી જુઓ
લાજ લૂટી એક અબળાની નરાધમ ભાગતો ફરતો હશે
એ શરમના કારણે ઘરને તજી ભટકી હશે પૂછી જુઓ
યોજનાઓ કેટલી સરકાર ઘડવા માંગતા સૌ જાણતા
પણ પછી ઓફિસના તૂમારમાં અટકી હશે પૂછી જુઓ
આ ‘ધુફારી’ની ગઝલ મુશાયરે વંચાઇ ના તો શું થયું
ક્યાંક કો છાપા તણાં પાના પરે ચમકી હશે પૂછી જુઓ
૧૧.૦૪.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply