શેઠ ધનવંતરાયની લાડકી દીકરી નંદા અને રૂપાળા અને હસમુખા વિપુલની મોહ જાળમાં કોલેજના પહેલા વર્ષે ફસાઇ ગઇ હતી,નંદાને એમ જ લાગતું હતું કે વિપુલ એને અનહદ પ્રેમ કરે છે અસલમાં શેઠ ધનવંતરાયની અઢળક મિલ્કતની નંદા એકજ વારસદાર હતી અને વિપુલની નજર એ મિલ્કત પર હતી.ફાઇનલ લેવાઇ ગયા પછી બંને કોલેજ કેન્ટીનમાં કોફી પીતા એવા વચનની આપલે કરેલી ક આગળ જતા લગ્ન કરી લેવા.નંદા અને વિપુલના ચલાવેલા પ્રેમ પ્રકરણની જાણ શેઠ ધનવંતરાયને તેના સેક્રેટરી વિનોદે કરી.
એક દિવસ ફિલ્મ જોઇ પાછા આવતા વિપુલને શેઠ ધનવંતરાયના માણસોએ બહાર કંઇ પણ નિશાની ન દેખાય તેમ ગડદાપાટુ કરીને ધમકી આપી કે,મુંગો મરી રહેજે અને નંદાથી દૂર રહેજે નહીંતર હવેનો મામલો કબ્રસ્તાનમાં થશે અને તને જીવતો કબરમાં દફનાવી દેશું.
શેઠ ધનવંતરાયે સાંજે જમતી વખતે પત્ની પ્રતિમાને કહ્યું
‘આ નંદાની કોલેજ પુરી થઇ ગઇ તો ચાલ ક્યાંક ફરવા જઇએ’
‘તમે અમેરિકન એમ્બેસીમાં વિઝા માટે એપ્લિકેશન આપેલી તેનું શું થયું?’
‘અરે સારું યાદ અપાવ્યું હું વિનોદને આજે જ પુછી જોઉ છું કાગળિયા બધા એણે કરેલા એટલે એને બધી વાતની ખબર હશે’
સાંજે એમનો ફોન પ્રતિમા પર આવ્યો કે,આપણે ઇન્ટરવ્યુ માટે અમેરિકન એમ્બેસીમાં આવતી કાલે જવાનું છે.બીજા દિવસે બધી ફોર્માલિટી પુરી થઇ ગઇ અને વિઝા પણ મળી ગઇ અને અમેરિકા જવાની તૈયારી થવા લાગી.નંદાના હૈયામાં ઉચાટ હતો કે,વિપુલ કેમ દેખાયો નહીં અને એ એની સખીને મળવા જાય છે કહી બહાર આવી અને પોતાની બાઇક પર વિપુલને મળવા એમના મીટિન્ગ પોઇન્ટ પર ગઇ ત્યાં વિપુલ એની રાહ જોઇ રહ્યો હતો.
‘હું અમેરિકા ફરવા જાઉં છું પણ આપણા લગ્નનું શું?’વિપુલને મળતા નંદાએ અધિરાઇથી પહેલો સવાલ કર્યો
નંદાના આ શબ્દો સાંભળી વિપુલના કાનમાં પેલા ગુંડાઓની ધમકીના શબ્દો ગુંજવા લાગ્યા એટલે એકી ચોટ એક કંપારીનું લખ લખુ તેના આખા શરીરમાં વ્યાપી ગયું
‘એ વિપુલ હું તારી સાથે વાત કરું છું ને તું ક્યાં ખોવાઇ ગયો?’
‘અરે ક્યાં પણ નહીં હું ધ્યાન દઇને સાંભળુ છું ને તારી વાત તું અમેરિકા ખુશી ખુશી ફરી આવ તું બે કે ચાર મહિના પછી પાછી તો આવવાની છે ત્યાં થોડી જ રહી જવાની છો mean time હું આપણા લગ્નનું પ્લાનિન્ગ કરી લઇશ It’s promise baby’ સ્વસ્થતા જાળવતા વિપુલે કહ્યું પણ એ જ જાણતો હતો કે પ્રોમીસ કેટલું પોકળ હતું
‘તો એક કપ કોફી સાથે પી શકાયને..?’કોલેજના સમયના રોમાન્ટિક મૂડનો મ્હોરો પહેરી વિપુલે પુછયું
‘ઓ યસ…ચાલ’નંદાએ ઉત્સાહિત થઇને કહ્યું
બંને પોતાની બાઇક પર એમની ફેવરેઇટ રેસ્ટોરન્ટમાં આવ્યા કોફીનો ઓર્ડર અપાયો અને સામ સામે બેસી કોલેજના દિવસો,મિત્રો યાદ કરી કોફી પિવાઇ ગઇ
કાઉન્ટર પર પેમેન્ટ કરવા નંદાએ મનીપર્સ કાઢ્યું તો વિપુલે એનો હાથ પકડી
‘be my guest..’કહી મલ્કીને પેમેન્ટ કર્યું
બંને પોતાની બાઇક પર બેઠા તો વિપુલે કહ્યું
‘wish you best of luck & happy journey’
‘Thank you’ નંદાએ મલ્કીને કહ્યું અને બંને પોતાની દિશામાં રવાના થયા.
એક અઠવાડિયા પછી અમેરિકા જવાની તૈયારી થઇ ગઇ અને શેઠ ધનવંતરાયે કરેલી ગોઠવણ પાર પડી ગઇ.ત્યાં હ્યુસટનમાં શેઠ ધનવંતરાયના મિત્ર પ્રમોદરાયના દીકરા શાન્તનુ સાથે નંદાના લગ્ન થઇ ગયા,જેની જાણ એક દિવસ વિપુલને થઇ ત્યારે તેને ખાત્રી થઇ ગઇ કે હવે નંદા પાછી નહી આવે અને ખરેખર જોતજોતામાં સમય પસાર થયો શેઠ ધનવંતરાય અને પ્રતિમા અમેરિકાથી એકલા જ પાછા આવ્યા. વિપુલે મનમારી માવિત્રોએ પસંદ કરેલ કન્યા અંકિતા સાથે માવિત્રો તરફ પોતાની ફરજ રૂપે લગ્ન કરી ઘર સંસારમાં પરોવાઇ ગયો અને પોતાના પપ્પાના નાના પ્રોવિઝન સ્ટોરમાં જોડાઇ ગયો.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply