બારણાં છે બંધ તો તું એક બારી ખોલજે
આવશે શીતળ પવન તું એક બારી ખોલજે
તું અચળ પરવત સમાણો રહી શકે માને ભલે;
મોરલી વાગે કદી તો થઇ મણીધર ડોલજે
ઘાવ ના તું આપજે બોલી કટુ વાણી કદી
મિષ્ટ ને મીઠા વચન હર કોઇ સાથે બોલજે
એકલા યાતો અટુલા લોકની સંગાથમાં
ચાર ડગલા સાથ આપી તું કદી તો ચાલજે
હાથ કેરા નેજવે કો રાહ જોતા વૃધ્ધનો
તું ‘ધુફારી’ વાત માની હાથ એનો જાલજે
૧૦.૦૫.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply