ભેદ

man

      ભુજના બસ સ્ટેશન પર વલમજી,વિમળા,પરેશ,પ્રભા અને નાનો નીરવ માંડવીની બસ લાગે તેની રાહ જોઇ રહ્યા હતા

‘શું પપ્પા દર વખતે બે દિવસ રોકાઇને તમે ને મમ્મી પાછા માંડવી જાવ છો?’પરેશે ભીના અવાઝે કહ્યું

‘ભુજથી માંડવી ક્યાં દૂર છે તું ફોન કરે છે ત્યારે આવી જ જઇએ છીએને?’મલકીને વલમજીએ કહ્યું

‘પ વધારે રોકાઇ જાવ તો શું વાંધો છે?’

‘જો દિકરા અહીં તો જ્યારે રિક્ષા મળે ત્યારે સ્વામિનારાયણના મંદિરે,ધિંગેશ્વરના મંદિરે,દ્વારકાદીશના મંદિરે,આશાપુરા અને હવેલીના દર્શને જવાય’

‘હા…તો?’પરેશે પુછ્યું

‘ત્યાં માંડવીમાં રહીએ તો સવારના સ્ત્રીઓના સ્નાનઘાટ તારી મમ્મી કપડા ધોઇ નહાઇને બહાર આવે અને હું પુરૂષોના સ્નાનઘાટ પર કપડા ધોઇ નહાઇને બહાર આવું પછી અમે બંને કોટેશ્વર મહાદેવના મંદિરે જઇએ ત્યાં જળ અભિષેક કરી ને ગામમાં આવીએ તો પહેલા ગોપાલલાલના,લક્ષ્મીનારાયણના

મુરલી મનોહરના,અંબાજીના,દ્વારકાધીશના,નિલકંઠ મહાદેવના, આશાપુરાના અને છેલ્લે બાલાજીના દર્શન કરી અમે ચાલીને ઘેર જઇએ’વલમજીએ મલકીને કહ્યું

             ત્યાં સુધીમાં બસ લાગી ગઇ તો પરેશ અને પ્રભાએ વલમજી અને વિમળાના ચરણસ્પર્શ કર્યા અને બંને આશિષ આપી બસમાં બેઠા આવજો આવજો કહેતા હાથ હલાવ્યા અને બસ રવાના થઇ ગઇ.

     આ ઘટમાળ છેલ્લા ચાર વરસથી ચાલતી હતી.એક દિવસ પરેશના મોટાબેન ચંદ્રાવલી કોઇના લગ્ન સમારંભમાં આવેલી તે સમારંભ પુરો થતા ભાઇ પરેશના ઘેર આવી.વાળુ થયા પછી સૌ સુવા ગયા તો ચંદ્રાવલી નીરવના રૂમમાં સુવા ગઇ.

         બીજા દિવસે નિત્યક્રમથી પરવારી નાસ્તા પાણી પત્યા પછી ચંદ્રાવલી ભાઇ ભાભીની રજા લઇ જતી હતી ત્યારે પરેશને કહ્યું

‘અત્યારથી નીરવને અલગ રૂમમાં સુવડાવો છો?’કહી હસીને જતી રહી પણ પરેશના કાનમાં ચંદ્રાવલીના શબ્દો ગુંજ્યા કરતા હતા. ચંદ્રાવલીએ આમ શા માટે કહ્યું?બીજા દિવસે નીરવ સુઇ ગયા બાદ પરેશ તેને પોતાના બેડરૂમમાં લાવી સુવડાવ્યો.

      બીજા અઠવાડિયે પરેશ એક એસ્ટેટ એજન્ટને મળ્યો અને પોતાનો બે બેડરૂમનું મકાન વેંચી ત્રણ બેડ રૂમ વાળુ મકાન અપાવવા કહ્યું.મકાન મળી ગયું.જરૂરી રીપેરિન્ગ અને રંગરોગાન પણ થઇ ગયું ત્રીજા બેડરૂમમાં પલંગ,બેડ વગેરે લાગી ગયા.કુંભ મુકાયો અને જુના ઘરમાંથી સામાન લવાયો અને ગોઠવાઇ ગયું

તે જ સાંજે પરેશે બુક કરાવેલી કાર મળી જતા માંડવી રવાના થયા અને ઘર પાસે ગાડી ઊભી રહી તો ગાડીનો અવાઝ સાંભળી વલમજી અને વિમળા બહાર આવ્યા

‘પરેશ આ ગાડી..?’

‘ત્રણ મહિના પહેલા બેંક લોન લઇ બુક કરાવેલ તે આજે એની ડિલીવરી મળી ગઇ.હું તો બાઇક પર ઓફિસ જાઉ છું પણ પ્રભા ગાડી ચલાવતા જાણે છે એટલે હવે તમે કહેશો ત્યાં તમને લઇ જશે’ પરેશે મલકીને કહ્યું

     રાત્રે વાળુ કરીને ગાડી ભુજ તરફ વહેતી થઇ અને નવા મકાન પાસે ગાડી ઊભી રહી નીરવતો દાદીના ખોળામાં માથું રાખી સુઇ ગયો હતો તેને તેના રૂમમાં સુવડાવી પરેશ બહાર આવ્યો તો વલમજીએ પુછ્યું

‘પરેશ આ નવું મકાન…?’

 ‘મોટા બહેન અહીં આવ્યા હતા અને એક રાત રોકાઇને જતી વખતે મને પુછયું કે નીરવને અમે અત્યારથી અલગ સુવડાવિએ છીએ ? ત્યારે મને ચટપટી થઇ કે મોટી બહેનની વાતમાં કંઇક ભેદ છે એટલે એક રાતના નીરવ સુઇ ગયો પછી હું તેને લઇ આવ્યો અને અમારા બંને વચ્ચે સુવડાવ્યો,અર્ધી રાત્રે નીરવે મને લાત મારી પલંગથી નીચે પાડ્યો ને પછી પ્રભાને લાત મારી ત્યારે અમને ભેદ મળી ગયો કે તમે અહીં બે દિવસ જ કેમ રોકાવ છો હવે તો તમે અહીં મારા સાથે જ રહેશોને પપ્પા….મમ્મી? કહી પરેશ રડી પડ્યો.

૨૬.૦૪.૨૦૧૯   

  

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: