પ્રેમની લીસી ધરા પર ચંચળા તું ચાલજે
મન ભરી નવયૌવના તું મૃગ બનીને મ્હાલજે
પવનની શીતળ વહે જે લહેર સંગે તું વહી
અંગ કેરી ભંગિમાઓ તું કરીને મ્હાલજે
વાદળા ઘેરાય ને ઝરમર થતા વરસાદમાં
હાથ બે પહોળા કરીને એ મહીં તું મ્હાલજે
તાલ કો સંગીતના કે સુર તણાં સંગાથમાં
કો મયુરી નૃત્ય કરતી એમ તું પણ મ્હાલજે
બસ ‘ધુફારી’ એ જ ચાહે તું રહે આનંદમાં
હર ઘડી ને હર પળોને મુક્ત મનથી મ્હાલજે
૧૦.૦૫.૨૦૧૯
..
Filed under: Poem |
Leave a Reply