જીંદગી પણ નિત નવા રૂપો ધરે
ચોતરફ દેખાડવા ફરતી ફરે
દિલ સરિતા નીરમાં ન્હાવા ચહે
એ મહીં ઉમંગથી તરતી તરે
નયનથી સંદેશ એ મુક્યા કરે
વાંચતા એ નયન મલકાતી ફરે
કેટલી ખાટી અને મીઠી પળો
બસ બધા એ દાખલા ગણતી ફરે
પ્રેમની કેવી અસર છે માતબર
તો ‘ધુફારી’ ધડકનો ગાતી ફરે
૨૬–૧૨–૨૦૧૬
Filed under: Poem |
Leave a Reply