હનુમાન સમાચાર લાવ્યા કે,સીતાજીનું રાવણે અપહરણ કરીને લંકા લઇ ગયો છે અને અશોક વાટિકામાં નજરકેદ રાખ્યા છે સાંભળી સુગ્રિવે કહ્યું
‘આપણે સીતામાતાને પાછા લાવવા લંકા પર ચડાઇ કરવી જોઇએ’
‘પણ ભારત અને લંકા વચે આ સમુદ્ર છે તો તે પાર કેમ કરી શકાય?’ચિંતીત સ્વરે રામે કહ્યું
‘આપણી વાનરસેનામાં નલ અને નીલ નામના બે ઇન્જીનિયર છે તેમને કહીશું તો તેઓ ભારત અને લંકા વચ્ચે પુલ બાંધી આપશે જેના પરથી સમુદ્ર પાર કરી આપણે લંકા પહોંચી શકીયેં,જાંબુવને કહ્યું
નલ અને નીલને બોલાવવામાં આવ્યા અને તેમને બધી વાત કરી તો બંનેએ વાનરસેનાને કહ્યું અમે જે કોઇ પથ્થર આપીએ એ સમુદ્રમાં પધરાવવા.બધા કામે લાગી ગયા.નલ અને દરેક પથ્થર પર રામ લખીને વાનરસેનાને આપવા લાગ્યા અને તેઓ સમુદ્રમાં પધરાવતા જતા હતા અને એ બધા પથ્થર તરવા અને જોડાવા લાગ્યા પુલ બાંધવાનું કામ શરૂ થયું.
રાવણને તેના કારભારીએ સમાચાર આપ્યા કે,
‘મહારજ પેલા વનવાસી રામના નામથી તો પથ્થર તરે છે આપ ત મહાજ્ઞાની,તંત્ર મંત્રના જાણકાર અને મહા શક્તિશાળી છો તો આપના નામથી પથ્થર ન તરે?’
‘અરે એમાં શું મોટી વાત છે મારા નામથી પણ પથ્થર તરે ચાલ તને ખાત્રી કરી બતાવું’
બંને સમુદ્ર કિનારે આવ્યા રાવણે એક પથ્થર લઇ આવ્યો અને એના પર લખ્યું રાવણ પછી પથ્થર પકડી મનોમન કશુંક બોલ્યો અને પથ્થર સમુદ્રમાં પધરાવ્યું તો પથ્થર તરવા લાગ્યો તો રાવણે કારભારીને પુછ્યું
‘જોયું..થઇ ગઇ ખાત્રી..?’
આ સમાચાર રાણી મંદોદરી સુધી પહોંચ્યા,મંદોદરીને ગળે આ વાત ન ઉતરી કે,અહંકારી રાવણના નામે પથ્થર તરે નક્કી વાતમાં કશો ભેદ છે એટલે મંદોદરીએ રાવણને પુછ્યું
‘મેં સાંભળ્યુ છે કે,આપના નામથી પથ્થર તર્યો?’
‘લંકાપતિ રાવણના નામથી પથ્થરે તરવું જ જોઇએ’કહી રાવણ હસ્યો
‘સાચું બોલો આપે શું છળકપટ કર્યું છે?’
‘ના એ ન કહેવાય ભીંતને પણ કાન હોય છે ને વાત વાયરો લઇ જાય’
‘આપ આપની રાણીને પણ વાત ન કરી શકો?’મંદોદરીએ આંખો ઝીણી અને કાન સરવા કરી પુછ્યું
‘તું આ વાત કોને પણ નહીં કહેને?’રાવણે પુછ્યું
‘ના સ્વામિનાથ આ વાત હું કોઇને પણ નહી કહું’મંદોદરીએ રાવણના હાથ પકડી કહ્યું
‘તો સાંભળ જ્યારે મારું નામ લખી પથ્થર સમુદ્રમાં પધરાવતા પહેલા મેં એના કાનમાં કહ્યું હતું કે,જો તું નહીં તરે તો તને રામની આણ છે’કહી રાવણ હસ્યો
૧૩.૦૫.૨૦૧૯
Filed under: General |
Leave a Reply