પુત્રવધુ (૭)

shama11

(ગતાંકથી આગળ)

           થોડીવારે બાજરા પર હાથ ફેરવી રામીએ બાજરો સુપડામાં ભેગો કર્યો અને એક ખુણામાં જમીનમાં દબાવેલી ખાંડણી બતાવી રામીએ કહ્યું

‘આ જો આને ખાંડણી કહેવાય આ છે સાંબેલું’ 

       ખાંડણીમાં ને આસપાસ જમીન પર બાજરો મૂકીને રામીએ ખાંડવાનું શરુ કર્યું આજુબાજુ વેરાયલો બાજરો ખાંડણી તરફ ધકેલતા થોડીવાર ખાંડતી રહી પછી બાજરીના ફોતરા ઉતરી ગયા તેને સુપડામાં લઇ ઓટલા પર ઊભી જાટકવા લાગી તો હવાથી ફોતરા ઉડી ગયા ને માત્ર બાજરીના મીંજ જ રહ્યા.સુપડાના એક ખુણામાં બાજરાના મીંજ રાખી ને સુપડો અંદરના ઓરડામાં લઇ આવી અને એક ગુણીમાંથી ખોબો ભરી મિંજ જેટલા જ મગ નાખ્યા અને પછી એક તપેલામાં પાણી ભરી બંને સાથે એમાં નાખી હથેળીમાં લઇ મસળવા લાગી એ જોઇ રહેલ સિલવિયાને કહ્યું

‘સીવુ આ આપણા ત્રણ જણ માટે ખીચડીનું માપ છે યાદ રાખી લે,ચાલ આંગણામાંથી સગડી રસોડામાં લઇ આવ’

        સિલવિયાએ રસોડામાં લટકતા બે મસોટામાં પકડી સગડી લઇ આવી તો રસોડાની એક ખીટીમાં ટિંગાતુ હાડલું ઉતારી સિલવિયાને બતાવતા કહ્યું

‘આને હાડલું કહેવાય ખીચડી આમાં જ રંધાય’કહી હાંડલામાં પાણી નાખી તેમાં બાજરાના મિંજ અને મગ પાણીમાંથી વિતારી ઓર્યા અને મીઠું નાખ્યું

‘સમજી ગઇ કેટલું પાણી ને મીઠું નાખવાનું..?’

‘હા મામી’

       પછી એક પાણી ભરેલા વાટકામાં મૂકેલી લસણની કળી આપતા કહ્યું

‘ચાલ આ લસણ ફોલી નાખ એટલે ચટણી બનાવીએ’

‘મામી ફોલી નાખ મતલબ..?’

‘છોતરા કાઢી નાખ હુફાળા પાણીમાં થોડીવાર લસણની કળીઓ રહેવા દઇએ તો છોતરા જલ્દી ઉતરે સમજી..?’તો સિલવિયા સંમતિમાં માથુ હલાવી કામે લાગી

        લસણ ફોલાઇ ગયું તે બતાવતા સિલવિયાએ પુછ્યું ‘મામી હવે..?’

‘ચાલ ચટણી કેમ બનાવવી એ તને દેખાડું’કહી ખુણામાં ચટણી વાટવાનો ઓરીસો ઓટલા પર ઢાળ્યો અને તેના પર લસણમાં મિઠું ઉમેરી વાટવાની શરૂઆત કરી પછી ડિટીયા કાઢી આખા લાલ મરચા પીસ્યા જરાજરા પાણીની છાંટ મારી લસણની ચટણી વટાઇ ગઇ તે વાટકામાં લઇને પાણીથી ઓરીસો અને પથ્થર સાફ કરી ઊભા કરી દીધા.રામી લસણની ચટણી લઇ ઘરમાં દાખલ થઇ ને રસોડામાં ગઇ ભીંત પર ટીંગાતી લાકડાની કડછી લઇ એણે મગના દાણા ચકાસ્યા એ રંધાઇ ગયા હતા એટલે ખીચડીનો હાંડલો નીચે ઉતારી એક તપેલામાં છાશ રેડી તેમાં ચણાનો લોટ ભેળવ્યો અને બીજુ પાણી ઉમેર્યું એ સિલવિયા જોતી હતી તો પુછ્યું

‘મામી આ શું બનાવો છો..?’

‘કઢી..’કહી એક તપેલું સગડી પર મૂકી એમાં થોડું તેલ ઉમેર્યું પછી મસાલા ઉમેર્યા તે પર પેલી છાશ વાળુ મિશ્રણ ઉમેર્યું.એ વઘારની સુગંધ સિલવિયાને બહુ ગમી.તેમાં મીઠું ગોળ ઉમેરી પુછ્યું ‘સવી સમજાયું કઢી કેમ બને…?’

‘હા મામી..’

‘આ આપણા ત્રણ માટેનું પ્રમાણ છે’

         કઢી ઉકળતી હતી ત્યારે રામી એક ડબ્બો લાવી મૂક્યો અને એક કથરોટ મૂકી તે બતાવી કહ્યું

‘સવી આને કથરોટ કહેવાય’કહી ડબ્બામાંથી બાજરાનો લોટ પવાલાથી કથરોટમાં મૂક્યો (ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: