દિલ ભલેને જાય એનો ગમ નથી;
પ્રેમ કરવામાં કોઇ જોખમ નથી
સાજ સૌ સંગાથમાં વાગી રહ્યા;
ઢોલક તણી થાપમાં ક્યાં સમ નથી
માનવીની જિન્દગી પણ અજબ છે;
એ મહીં ચોક્કસ કશી મૌસમ નથી
લોક મળવા આવનારા છે ગણા;
આંખમાં ના લાગણી કે નમ નથી
ઘર રહ્યા અભિમાનના ખાલી સદા;
કોઇ પણ હાલત કદી કાયમ નથી
ફૂલ છે સૌ ખુબસુરત ચોતરફ
છે બધા નકલી મહીં ફોરમ નથી
ઇવ કેરી શોધ પણ ફોગટ જશે;
આ ‘ધુફારી’ છે કવિ આદમ નથી
૧૧.૦૪.૨૦૧૯
મત્લા સૌજન્ય – મુકેશ જોશી
Filed under: Poem |
Leave a Reply