(ગતાંકથી આગળ)
સિલવિયા કામમાંથી ફારગ થતા રામીએ કહ્યું
‘હું હવે જરા આડે પડખે થાઉં છું…’
‘મામી આડે પડખે મતલબ..?’રામીની વાત કાપતા સિલવિયાએ પુછયું
‘મતલબ ડાબા પડખે સુઇને આરામ કરું છું તું પણ કરી લે’મલકીને રામીએ કહ્યું
‘નહીં મામી ત્યાં અમેરિકામાં આખો દિવસ સ્ટોરમાં કામ કરવાનું હોય તેથી બપોરે સુવાની મને ટેવ નથી તમે આરામ કરો હું જરા મારું લેશન કરી લઉ’કહી સિલવિયા મલકી
સિલવિયાએ પોતાનું લેપ ટોપ કાઢીને અહીં આવ્યા પછીનો વૃતાંત લખવા બેઠી.સિલવિયાએ પોતાની ડાયરી લખવાનું પુરુ કરીને અમેરિકામાં વસવાટ દરમ્યાન ઇન્ટરનેટની લાયબ્રેરીમાંથી પુસ્તકો ડાઉનલોડ કરી પોતાની લાયબ્રેરી બનાવેલ તેમાંથી એક પુસ્તક ખોલી વાંચવા લાગી.વાંચવા મશગુલ સિલવિયાને આરામ કરી જાગેલી રામીએ પુછ્યું
‘સવી તારું લેશન પુરું થઇ ગયું હોય તો ચાલ આપણા બંને માટે ચ્હા બનાવ’કહી રામીએ લેપટોપમાં જોઇ ઉમેર્યું
‘લાગે છે તારું લેશન પુરુ નથી થયું’
‘ના મામી લેશન તો થઇ ગયું હું તો ચોપડી વાંચતી હતી’
‘તે આમાં ચોપડીઓ પણ વંચાય..?’રામીએ હોઠ પર આંગળી મૂકી પુછ્યું
‘મામી આમાં તો ઘણું બધુ થાય ચોપડીઓ વંચાય,ફિલમ જોવાય,ગાયના સંભળાય,ઘણી જાતની રમત રમાય,રસોઇ બનાવતા પણ શિખાય’
‘તે રસોઇ બનાવતા શિખાય તો તું કેમ ન શીખી..?’સિલવિયાની વાત કાપતા રામીએ પુછ્યું
‘મામી એમ વાંચીને શીખીયે અને કોઇ શીખવાડેને શીખીયે એમાં ફરક પડેને..?’
‘હા એ વાત સાચી’
‘મામી આમાં ભજન સાંભળવા હોય તો એ પણ સંભળાય’
‘ભારે કહેવાય આ તો ઓલા અલાદીનના જાદુઇ ચિરાગ જેવું થયું ચિરાગમાંથી જીન નીકળે ને જે માંગો તે આપે એવું નહીં..?’
‘હા મામી બસ હુકમ કરો ને હાજર’
‘એની વાતો પછી કરીશું હમણાં તો તું ચ્હા હાજર કર’રામીએ સિલવિયાની પીઠમાં ધબ્બો મારતા કહ્યું
સિલવિયાએ સ્ટવ પેટાવી સવારના રામીએ જે રીતે બતાવી હતી તે પ્રમાણે ચ્હા બનાવીને રામીને એક કપ આપ્યો અને રામીએ રકાબીમાં ચ્હા રેડી ઘુટડો ભર્યો તો સિલવિયાએ પુછ્યું
‘મામી ચ્હા કેવી થઇ છે..?’
‘એકદમ બરાબર’મલકીને રામીએ કહ્યું તો ખુશ થઇ સિલવિયાએ ચ્હા પીધી ને એને સંતોષ થયો કે પોતે બરાબર શીખી
રામીએ અંદરના ઓરડામાં ગારમાટીની બનાવેલ કોઠીમાં નીચે કરેલ બાંકોરામાં ભેરવેલ કપડાનો ગોટો હટાવી સુપડામાં બાજરો બહાર કાઢ્યો.સિલવિયા આ જોતી હતી.રામીએ સુપડામાંનો બાજરો જાટકીને આંગણામાં ખાટલો પાથર્યો પછી એના પર ચાદર પાથરી સુપડામાંનો બાજરો એના પર પાથરી પાણીની છાંટ મારી અને હળવા હાથે બાજરો મસડતા ફરી પાથર્યો.
‘મામી આ બધુ શું છે..?’
રામીએ સિલવિયાનું બાવડું પકડી અંદરના ઓરડામાં લાવી કહ્યું
‘આ ગારમાટીમાંથી બનાવેલ કોઠી છે.ખેતરેથી બાજરો આવે એટલે બાજરામાં ચુલાની રાખ ભેળવી આમાં રખાય અને જેટલી જોઇએ તે આ નીચેના બાકોરા આડે મુકેલ કપડાનો ગોટો હટાવી કઢાય.આને સુપડું કહેવાય એ અનાજ સાફ કરવા માટે વપરાય’સુપડું દેખાડતા કહ્યું
‘પણ મામી બાજરામાં રાખ ભેળવવો શા માટે..?
‘એથી બાજરામાં ધનેડા ન પડે નહીંતર ધનેડા અનાજ ખાઇ જાય ને અનાજના બદલે ફોતરા જ રહે’
‘ધનેડા એટલે..?’
‘અનાજમાં પડતા એક જાતના જંતુ’કહી રામી મલકી
‘તો આ બાજરો ભીનો શા માટે કર્યો..?’
‘થોડી વાર થોભીજા એ પણ બતાવીશ અત્યારે તો ચાલ સગડી પેટાવ’કહી રામી ઓટલા પર બેઠી
સિલવિયા બહાર પડેલી સગડીમાં બપોરની રસોઇ પછી પાણી ભરેલા ગમેલામાં બળતા કોલસા ઓલાવી નાખી ને તેના પર બીજું ગમેલું ઢાંકેલું એ કોલસા પાછા સગડીમાં નાખીને બીજા કોલસા ઉમેર્યા પછી એક કાકડા પર અને કોલસા પર કેરોસીન છાંટીને સગડી પેટાવી એ જોઇ રામી ખુશ થઇ ગઇ કે સિલવિયા એક વખત કાંઇ પણ જુવે છે એ બરાબર યાદ રાખે છે બીજી વાર શીખવવું પડતું નથી.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply