જ્યાં જયાં નજર મારી ફરે,યાદી ભરી ત્યાં આપની;
આસું મહીં એ આંખથી, યાદી ઝરે છે આપની
આંસુ બધા ભેગા મળી સાગર થશે નોતી ખબર;
હર બુંદમાં દેખાય છે યાદી ભરી ત્યાં આપની
વીતી ગયેલી પળ બધી ભેગી મળી પરવત રચે;
પળ પળ મહીં દેખાય છે યાદી ભરી ત્યાં આપની
ડૂમા અને ડુસકા ભરેલા કેટલા આ દિલ મહી;
ડૂમા તળે ધરબાયલી યાદી ભરી ત્યાં આપની
બોલો ‘ધુફારી’ વાત માંડીને કહે તો શું કહે?
હર વાતમાંથી નીતરે યાદી ભરી ત્યાં આપની
૧૩.૦૨.૨૦૧૯
મત્લા સૌજન્ય કલાપી
Filed under: Poem |
Leave a Reply