પાંપણો એમ જ ઢળેલા રાખજો;
હોઠ પણ એમ જ મળેલા રાખજો
જો નયન મળવા ચહે તો ખોલજો;
ને પરસપર એ મળેલા રાખજો
આંખમાં એવું અજબ ખેંચાણ છે;
નયનથી નયન મળેલા રાખજો
ધડકનોનો લય સમાંતર ચાલતો;
એ જ રીતે લય મળેલા રાખજો
આ ‘ધુફારી’ સાથ દઇને ચાલતા;
હાથ પકડો તો મળેલા રાખજો
૧૮.૦૨.૨૦૧૯
Filed under: Poem |
Leave a Reply