ના કરો

20051011 (24)

ના કશું એવું કરો ગભરાઇને;

ઢાળવા પડશે પડળ શરમાઇને

ચાલતા રહેનારને મંજિલ મળે;

ના રહો ઊભા કશે ખચકાઇને

લોકજે વાતો કરે એ સાંભળી;

ના કશી શંકા કરો વહેમાઇને

પ્રેમના અંકૂરને સંભાળજો;

ના ખરે જોજો કદી કરમાઇને

જો મળે મનમોહિની એને મળો;

ના રહો ઊભા કશે ખચકાઇને

ઇશની આપેલ છે આ જીંદગી;

પ્રેમથી જીવી જજો હરખાઇને

આ ‘ધુફારી’ જીંદગી વિતી રહી;

ખુશ રહે છે પ્રેમ ગીતો ગાઇને

૨૪.૦૧.૨૦૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: