તિરછી નજરના બાણ સૌ બુઠ્ઠા થશે અથડાઇને;
પાષાણ થઇ ગઇ લાગણીઓ ‘ધુફારી’ હૈયા તણી
૧૯-૦૭-૨૦૧૮
-૦-
આંખના આછા ઇશારે કેટલા ઘાયલ થયા;
‘ધુફારી’ કાં બાકી રહ્યો એ પ્રશ્નનો ઉત્તર નથી
૨૩-૦૭-૨૦૧૮
-૦-
ધનુષ્યની કમાન જેવી જોઇને તારી ભમર;
સંધાન વિણ ઘાયલ થયા પુછે‘ધુફારી’ કેટલા?
૨૪-૦૭-૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply