પુત્રવધુ (૩)

shama11

(ગતાંકથી ચાલુ)

‘માસી ચાલશે નહીં દોડશે…’કહી સિલવિયા મલકી.

‘હવે તમે બંને ધ્યાનથી સાંભળો પાસ પડોશના સિલવિયા કોણ છે એ જાણવા ઘણા સવાલો પુછશે તો તેમને એક જ જવાબ આપવાનો કે આ સિલવિયા સોરી સીવુ મારી દિકરી છે કોલેજમાં ભણે છે અને ગુજરાતી ભાષા,રહેણી કરણી,રીત રિવાજો વગેરે જાતે જાણવા ને અભ્યાસ કરી એક ચોપડી લખવા માંગે છે એટલે અહીં આવી છે.ત્યાં અમેરિકાના ઘરમાં ગુજરાતી બોલાય છે એટલે એ ગુજરાતી બોલે છે.’

હં ભલે એ વાતે બે ફિકર થિઇ જાવ..’રામીએ કહ્યું

‘સિલવિયા તારે રામીને માસી નહીં રામી મામી કે મામી કહેવાનું અને નાંઇયાને તેનું નામ નારાણ છે એટલે એને નારાણ મામા કે મામા કહેવાનું અને કોઇ તારી માનું નામ પુછે તો કહેવાનું એનું નામ પાર્વતી છે આ વાતમાં ક્યાં ભૂલ નહીં કરતી નહીંતર પુછનાર વાતની છાલ નહી છોડે’

‘ઓકે પપ્પા..’કહી સિલવિયા મલકી

‘ગુડ ગર્લ’

‘ઇ વડી શું..’રામીએ પુછ્યું

‘મામી પપ્પા કહે છે ડાહી દીકરી’કહી સિલવિયા સવાને ગળે વિટલાઇ રડી પડી

‘આ શું સીવુ રડે છે શાને..?’કહી રામીએ એને પોતાની બાથમાં લીધી

‘મામી આ તો હરખના આંસું છે એક અનાથને એનું કુટુંબ મળી ગયું’આંખો લુછતા સિલવિયાએ કહ્યું

          બપોર સૌ જમવા બેઠા દાળ ભાત રોટલી શાક અથાણા અને છાશ મુકી રામીએ સાદ પાડ્યો ચાલો જમવા.થાળીઓ પિરસાઇ સિલવિયા બધી વસ્તુ પર નજર કરી જમવા માટે રોટલી ઉપાડી બે હાથથી કટકા કર્યા તો રામીએ કહ્યું

‘સીવુ બેટા એમ બે હાથથી ન ખવાય’ કહી પોતે એક હાથથી રોટલીનું બટકું તોડી શાકમાં જબોળી બટકું મ્હોમાં મૂક્યું તો સિલવિયાએ એનું અનુશરણ કર્યું અને રામી કેમ જમે છે એ જોતા જમણ પુરું કર્યું ને પવાલામાં મુકેલી છાશ રામીએ પીધી તેમ સિલવિયા અનુસરી.ખરેખર તો આ ગુજરાતી ભાણું તેને ખુબ ભાવ્યું.

           બીજા દિવસે સવારે રામી જાગીને સાવરણી લઇને જાગને જાદવા પ્રભાતિયું ગાતી આંગણું વાળતી હતી એ સાંભળીને સિલવિયા સફાળી જાગીને બારણા પાસે ઊભી રહી જોતી હતી.આંગણું વાળીને રામી ઘરમાં આવી ત્યારે સિલવિયાને પુછ્યું

‘સવી તેં ભુરૂસ કરી લીધું તો તારા માટે ચ્હા બનાવું…’

‘મામી તમે બ્રસ કરી લીધું..?’

‘અમે ભુરૂસ નહીં દાતણ કરિયેં…’

‘કેવી રીતે..?’

‘ઇ હું કાલે મારી હારે જગાડીને તને બતાવીસ અત્યારે તો તું તારૂં ભુરૂસ પતાવ’કહી રામી મલકી

       સિલવિયાએ બ્રસ કરી રાંધણિયામાં આવી ત્યારે રામી ચ્હા ગાળતી હતી

‘મામી તમે આ ચ્હા કેવી રીતે બનાવો છો..?’

‘ઇ પણ કાલે દેખાડીશ..અત્યારે  તો ચ્હા પી લે’કહી કપ પકડાવ્યો.

           એલચીની સુગંધવાળી ચ્હા સિલવિયાને ખુબ ગમી.કુદરતી હાજત માટે એણે સંડાસનું બારણું ખોલી અંદર નજર કરી પાછી આવી

‘મામી ત્યાં ટોઇલેટ પેપર નથી..’

‘અહીં તમારી જેમ કાગળિયા નો વાપરે પાણીથી સફાઇ કરાય તું પણ શીખી લે જા’કહી રૂડી હસી.

       સિલવિયા બહાર આવી તો રામીએ કહ્યું

‘ડંકીથી ડોલ ભરીને નાવણિયામાં નહાઇ લે..’રામીએ ડંકી તરફ ઇશારો કરી ડોલ પકડાવતા કહ્યું

        સિલવિયાએ સાથે લાવેલ ચણિયા ચોલી પહેર્યા તો રામીએ બે જોડી આભલા ભરત ભરેલી આપી કહ્યું

‘અહિયાં છો ત્યાં સુધી આ પહેરજે..’

          આ જોડી જોઇ સિલવિયા ખુશ થઇ ગઇ એણે આવા ડ્રેસ અમેરિકામાં ઇન્ડિયન હેન્ડિક્રાફટ સ્ટોરમાં જોયા હતા.

‘સવી ચાલ શિરામણ કરી લે’

     કહી કાંસાની થાળીમાં ગરમ બાજરાનો રોટલો મુક્યો અને સાથે એક છાલિયામાં દહી એક વાટકીમાં માખણ અને બીજા છલિયામાં છાસ સાથે ગોળ અને અથાણું મુક્યું.સિલવિયા તો આ બધુ જોઇ રહી તો રામી બીજી થાળીમાં પોતા માટે રોટલો લાવી સિલવિયા સામે બેઠી અને સામે મુકેલ બધા પર નજર કરતી સિલવિયાને પુછ્યું

‘શું થયું સવી?’

‘આ કેવી રીતે ખવાય?’

‘પહેલા તો રોટલા પર માખણ મુક પછી તને જે ફાવે તે ગોળ સાથે દહી સાથે અથાણા સાથે રોટલો ખા અને ઉપરથી છાસ પીજે ચાલ શરૂ થઇ જા’

       રામીએ પોતાના રોટલા પર માખણ મુક્યું અને આંગળીથી ફેરવી ને ચોપડ્યું  પછી દહીની વાટકીમાં રોટલાનો કટકો ઝબોડીને ખાવા લાગી સિલવિયાએ તેનું અનુ સરણ કર્યું.બાજરાનો રોટલો સિલવિયાને ભાવ્યો એણે થોડું અથાણું લીધું અને ચાખ્યું ને સિસકારો બોલાવતા કહ્યું

‘બહુ સ્પાઇસી છે’

‘થોડો ગોળ ખાઇ ને છાશ પી લે’

      ભલે તીખું હતું પણ અથાણું એને ભાવ્યું એટલે ફરી ખાધું આમ શિરામણ પુરૂ થયું.(ક્રમશ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: