જીન્દગી માગ્યા પછી,વિચારવા લાગ્યા;
માણવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
જોઇ ત્યારે ખુબસુરત,એ હતી લાગી;
જાણવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
વાયદા કેરી બજારો,તેજ થઇ ત્યારે;
આણવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
કેટલી સારા નઠારા,વાત શું કરવી;
ચાળવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
દિવસો જાતા મળ્યા,પરચા મને એના;
નાણવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
લાગણીના પુર આવે છે,એ મહીં ક્યારે;
ખાળવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
આ ‘ધુફારી’ની શિખામણ,તો હતી સાચી;
પાળવા લાગ્યા પછી,વિચારવા લાગ્યા
૧૮.૦૯.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply