(ગતાંકથી ચાલુ)
બીજા દિવસે ગટ્ટુને કોશ ખેડવા બેસાડી હીરો અને સવો ઘેર આવ્યા અને રતાંને બધી વાત કરી તો રતાંએ કહ્યું
‘ભાઇ જો ગટ્ટુ ત્યાં આવતો હોય તો તું તારે લઇ જા…તારા બનેવીને કહે છે ખેતી કરીશ એ મુવો કેવી ખેતી કરે છે એ હું જાણુંને….’
આખર ગટ્ટુ માટે પાસપોર્ટના કાગળિયા તૈયાર થઇ ગયા અને ગટ્ટુને અષ્ટમ પષ્ટમ સમજાવીને સવો પોતાની સાથે અમેરિકા લઇ ગયો.
બીજા દિવસે સવાએ ગટ્ટુને પોતાની બી.એમ.ડબલ્યુમાં પોતાના મોલ પર લઇ ગયો. ગટ્ટુને સ્ટોર કીપર તરિકે બેસાડી દીધો અને સ્ટોરમાં આવતા માલ અને મોલમાં જતા માલનો હિસાબ કેમ રાખવો એ સમજવા સિલવિયા સાથે બેસાડી દીધો. આટલા વરસથી શિવજીના મોલમાં કામ કરતી સિલવિયા ગુજરાતી બોલતી હતી એટલે કામ સમજવામાં ગટ્ટુને ખાસ તકલીફ ન પડી અને પંદર દિવસ પછી સિલવિયા મોલના સુપરવિઝનમાં લાગી ગઇ.ગટ્ટુને કામ ગમવા લાગ્યું અને સાથો સાથ સિલવિયા પણ તેના મનમાં વસી ગઇ.હળવે હળવે બાર કલાકના સહવાસમાં પ્રણયનો રંગ પાકો થઇ ગયો.સવાથી આ વાત અછાની ન રહી.
એક દિવસ સોપારી જેવડા સફેદ કાંદા જે પર્લ ઓનિયન તરિકે ઓળખાતી હતી તેનો ખાનો ખાલી હતો.એક યુરોપિયન લેડીને એ ન મળતા કેશ કાઉન્ટર પર ફરિયાદ કરી. કુદરતે ત્યારે આવેલ સવોએ આ વાત સાંભળી તો પેલી યુરોપિયન લેડીને કહ્યું કે આપને તકલીફ પડી તો માફ કરશો હું હમણાં તે ખાનામાં મૂકાવાની વ્યવસ્થા કરૂં છું’ કહી તે સ્ટોર રૂમમાં આવ્યો ત્યાં નતો ગટ્ટુ દેખાયો ન સિલવિયા પણ એક ઊભા રાખેલા ખાલી કાર્ટુનમાં હિલચાલ દેખાઇ સવો બિલ્લી પગે ત્યાં ગયો તો ખાલી કાર્ટુનની અંદર ગટ્ટુ અને સિલવિયા એકબીજામાં વિટળાયલા દેખાયા.એક મજુર પાસેથી કાંદાની થેલી ઉપડાવીને ખાનામાં ખાલી કરાવીને આવ્યો ત્યારે સિલવિયા વોસરૂમ તરફ જતી દેખાઇ અને ગટ્ટુ ડાહ્યો ડમરો થઇ પોતાની સીટ પર બેઠો હતો તેને સવાએ કહ્યું
‘એક થેલી પર્લ ઓનિયન મોલમાં ગઇ છે..સ્ટોકમાં બાદ કરજે…’સાંભળી ગટ્ટુ ઓછપાઇ ગયો.
સિલવિયા વોસરૂમમાંથી બહાર આવી તો એને કહ્યું
‘પેલો ખાલી મોટા કાર્ટુનમાં બહુ હિલચાલ થાય છે તો ડંપિન્ગ કરી દેજે…’સાંભળી સિલવિયા ઓછપાઇ ગઇ જોઇ શિવજી મલક્યો.
@@@
એક દિવસ સવો રાજપર આવ્યો તેના સાથે એક યુરોપિયન છોકરી ચણિયો ચોળી અને ગવન પહેરેલી આવી.ટેકસીનો અવાઝ સાંભળી નાંઇયાની ઘરવાળી રામીએ રાંધણિયાની બારીમાંથી ડોકિયું કરી બહાર આવી
‘આવો આવો મોટાભાઇ…આ સાથે નવતર કોણ છે..?’
‘ઘરમાં ચાલો ઘરમાં વાત કરીએ…’ટેક્સીના અવાઝથી ભેગા થયેલા પડોશી જોઇ દબાતા અવાજે સવાએ કહ્યું
માટલાના ઠંડા પાણીના લોટા લાવી બંનેને આપ્યા.પાણી પીને સવાએ કહ્યું
‘આ સિલવિયા છે આપણી ગુજરાતી ભાષા,રહેણી કરણી,રીત રિવાજો વગેરે જાતે જાણવા ને અભ્યાસ કરી એક ચોપડી લખવા માંગે છે એટલે અહીં આવી છે હવે તમારી સાથે જ રહેશે એને બધુ દેખાડજો અને શિખવાડજો…’
‘એ તો ઠીક હું એને બધુ શિખવાડી દઇશ પણ મને એના જેવી ગીટપીટ નથી આવડતી તેનું શું..?’રામીએ ચિંતીત સ્વરે પુછ્યું
‘માસી ચિંતા નહીં કરો હું ગુજરાતી જાણું છું…’સિલવિયાએ મલકીને કહ્યું
‘મોટાભાઇ આ છોડી ગુજરાતી જાણે છે…?’બે હાથ હોઠ પર રાખી પુછયું
‘હા એ મારા સ્ટોરમાં કામ કરતી હતી એટલે ગુજરાતી શિખી ગઇ છે…’
‘આ સિલ..સિલ..વિયા મને બોલતા નહી ફાવે તો દિકરી હું તને સવી કહું તો ચાલશે…?’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply