મારું મનડું મુજને પુછે…
જીંદગી શું છે ભાઇ..જીંદગી શું છે?
જીંદગી છે ઘંટી,ઘંટી જીંદગી છે ઘંટી
કરમના દાણાં દડતી
નશીબદારની ઘઉં બાજરી,બદનશીબની બંટી
બંટી…જીંદગી છે ઘંટી
જીંદગી શું છે ભાઇ..જીંદગી શું છે?
જીંદગી છે હોડી,હોડી જીંદગી છે હોડી
ભવસાગરમાં તરતી
સતિયાને એ પાર ઉતારે,દુષ્ટો દે ઝબોડી બોડી
બોડી…જીંદગી છે હોડી
જીંદગી શું છે ‘ધુફારી’ જીંદગી શું છે?
જીંદગી છે પૈડું,પૈડું જીંદગી છે પૈડું
પૈડું સમયનું ફરતું
કોઇને એ ખુબ રડાવે,કોઇનું હરખે હૈડું
જીંદગી છે પૈડું ભાઇ જીંદગી છે પૈડું
૨૫.૧૨.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply