ચંદનપર ઉપરથી અષાઢ ગયો ને શ્રાવણ પણ ગયો તે દરમ્યાન વરસાદનું એક ટીપું પણ ન પડયું.જ્યાં નજર ફરે ત્યાં કો વિધવાના ભાલ સરખી કોરી ધાકોર ભોમકા નજરે પડતી હતી.કાયં પણ ઘાસનું એક તણખલું નહોતું,અવાડામાં પણ પાણી ક્યાં? કોઇ કુવાનું તળિયું ઊંડુ હતું તેમાં બે ધુંટડા જેટલું પાણી માંડ હતું, તો કોઇ કુવાના તળ કોરા ધાકોર હતા. કંચનસર તળાવ પણ સૂકાઇ ગયું હતું.ચોપગા જાનવર જીવન અને મૃત્ય વચ્ચે અટવાયેલા હતા.
કોઇ જમાનાના ખાધેલ વૃધ્ધ જને કહ્યું કદાચ ભાદરવાના ભૂસાકા થાય આ પહેલા પણ થયેલા એમ સાંભળી માલધારીઓ આભ તરફ જોવા લાગ્યા પણ ક્યાંય એક પણ કાળો વાદળ દેખાયો નહીં, માલધારીઓએ પોતાના બચેલ ચોપગા જાનવર લઇ ગુજરાતની વાટે રવાના થયા.
ચંદનપરના સિમાડાના એક ખૂણે અરજણનું ખેતર હતું,તેમાં તેણે કુવો ઉલેચીને ગદબ વાવી હતી.સરસ પાક થયો હતો એ જોઇ અરજણ ખુશ ખુશાલ હતો.ઢોરવાળાની મદદે આવનાર સખી દાતાર લોકો તેના પાસેથી ગદબ વહેંચાતી લેવા જરૂર આવશે ત્યાર મ્હોં માંગ્યા ભાવ લઇને ગદબ આપીશ તેથી પૈસા પણ સારા મળશે તો એક સરસ બાઇક લઇ લઇશ એવા મનસુબા કરતો હતો.ઘરવાળી આવીને ભાતું આપી ગઇ એ ખાઇને માંચડા પર ઢાળેલા ખાટલા પર પડતી લીમડાની શીતળ છાંયમાં એ ઊંઘી ગયો.
કોઇની વસુકી ગયેલી ને ભૂખે મરતી ગાય ક્યાંકથી આવી ચડી,આવી લીલી કુંજાર ગદબ જોઇને ખેતરમાં દાખલ થઇ ગદબ ખાવા લાગી.એના પેટે ચાર તણખલા માંડ ગયા હશે ત્યાં તો અરજણની આંખ ખુલ્લી ગઇ ને માંચડેથી ઠેકડો મારી નીચે ઉતર્યો.ગાયને ગદબ ખાતી જોઇ ખિજાઇને દાંત ભીંસી માંચડામાં ભેરવેલો પરાણો લઇ દોડયો અને પેલી હાડકાના માડખા જેવી ગાય પર પરાણાનો વરસાદ કર્યો,આગળ ગાય ને પાછળ અરજણ.કંચનસર તળાવની પાળે આવી કોઇ ગાયોની વહારે ગયેલા સુરા થયેલના પાળિયા સાથે ગાય ભટકાણીને ત્યાં જ ઢગલો થઇ ગઇ અને એના મોઢામાંથી ફિંણોટા સર્યા અને ગાય મોત પર કુરબાન થઇ ગઇ.
૨૩.૦૧.૨૦૧૯
Filed under: Stories |
Leave a Reply