નયન કેરા દ્વારથી આવી વસી
એક માનુની કહો કે દિલ નશી
એ અચાનક રાહમાં જાતી મળી
ના કશા કારણ વગર અમથું હસી
દિલ તણી દિવાલ પર અંકાઇ જે
એ છબી કયારે કદી પણ ના ખસી
કેશ કેરા આવરણ ઢાંકે વદન
લાગતું વાદળ તળે ઢાંક્યું શશી
ભમરની કીધી કમાને તાકતા
એ કટાક્ષો બાણ સમ છોડયા કસી
પ્રેમ એને થઇ ગયો લાગ્યું હતું
એજ ભ્રમણા દિલ મહીં ગઇ’તી ઠસી
મેં ‘ધુફારી’ને કહી વિતક બધી
તો કહે ભ્રમણા મહીં તું ગ્યો ફસી
૧૬.૧૨.૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply