(ગતાંકથી આગળ)
આ સાંભળતા હોલમાં બેઠેલ બધા સ્તબ્ધ થઇ ગયા એટલે માધવી મહેતાએ કહ્યું
‘હું બસ તેમની રચનાઓને વાચા આપતું એક માધ્યમ છું…’
‘આપ પ્રેક્ષકોને તેમનો પરિચય કરાવો..’નયના પરમારે કહ્યું
‘આજથી ચાર વર્ષ પહેલા એક રવિવારે મારી સહેલી ગાર્ગીને મળવા હું તેના ઘેર ગયેલી એને મળી પાછી ઘેર જતા અચાનક સોસાયટીના પાર્કમાં એક અલાયદા ખુણે આસોપાલવના વૃક્ષ નીચે ડાયરીમાં કવિતા લખી રહેલી નિલાંબરી પર પડી મને લાગે છે કદાચ મક્ત્તાના શે’ર માટે શબ્દો શોધવાના વિચારોમાં એ ખોવાયલી હતી ઉત્સુક્તા વશ હું તેમની પાસે ગઇ અને તેમના હાથમાંની ડાયરી જોતા મેં કહ્યું હું વાંચી શકું…? અને એ ડાયરી તેમની પાસેથી લઇ લીધી તેમની અધુરી રચના વાંચી મેં કહ્યું સરસ છે તો તેણે ડાયરીમાં લખ્યું હું મૂક બધીર છું એટલે આપના સાથે સંવાદ અશક્ય છે.મારો તેમના સાથે પહેલો પરિચય આ રીતે થયો મેં એમની ડાયરીને પાને લખ્યું આપની બીજી રચનાઓ વાંચી શકું..? તો તેમણે પોતાની સાથ આવવા કહ્યું.હું એમના ઘેર ગઇ તો એમણે મને એક ફોલ્ડર આપ્યો મેં ત્યાં બેસીને ચાર પાંચ રચના વાંચી જે વાંચી હું પ્રભાવિત થઇ મેં ફોલ્ડર આપી તેમની ડાયરીમાં લખ્યું હું ફરી મળવા આવીશ.
‘કોઇના હ્રદયના નજીક જવા તેમની ભાષા શિખવી જરૂરી છે એટલે મેં તેમની સાંકેતિક ભાષા શિખવાની શરૂઆત કરી અને શીખી ગયા બાદ હું એમને ફરી મળી ત્યારે મેં કહ્યું જો આપની રજા હોય તો હું આપની રચના આપના વતી મુશાયરામાં વાંચી આપનો પરિચય સાહિત્ય રસિકો સુધી પહોંચાડવા માંગુ છું અને એ સહમત થયા ત્યારેથી એક માધ્યમ તરિકે મેં તેમની રચનાઓ પ્રકાશમાં આણી એટલામાં નિલાંબરીએ માધવીને સંકેત કર્યો કે તે કશું કહેવા માગે છે એ જોઇ
‘શું કહે છે નિલાંબરી..?’નયનાએ પુછ્યું
‘એ પોતાના માવિત્રોને સ્ટેજ પર બોલાવવા માંગે છે’બ્કહી માધવી સ્ટેજ પરથી ઉતરી પહેલી હરોળમાં બેઠેલા યશિધરા ને ગુણવંતરાયને સ્ટેજ પર દોરી લાવી.
‘આપને આપની ન બોલી કે સાંભળી શકતી દીકરીના લાલન પાલન દરમ્યાન ઘણી તકલીફ પડી હશે નહીં?’નયનાએ પુછ્યું
‘ના જરા પણ નહીં અમને તો અભિમાન છે કે નિલાંબરી સારી રસોઇ કરી જાણે છે, સારી ચિત્રકાર છે, સારી નૃત્યાંગના છે,ઘરની સાફ સફાઇ અને સરસ સજાવટ કરી જાણે છે ને કોઇ એને હેરાન કરે તો કરાટેથી સ્વ રક્ષણ કરી શકે છે એવો બ્લેક બેલ્ટ છે અને યશ કલગી સમું એ ય્ત્તમ કાવ્યો લખી શકે છે જે આપ સૌને જાણ છે એની ઉણપનો અમને અફસોસ નથી ઉલટાનું અમને અત્યંત ગર્વ છે આવી દીકરીના અમે માવિત્રો છીએ.’
આ સંવાદ પુરો થતા નીલાંબરીએ યશોધરાને કહ્યું કે હું જે કહું તે બોલીને માધવીનો પરિચય કરાવ ને નીલાંબરી ઇશારાથી જે કહેતી હતી તે યશોધરા બોલવા લાગી.
‘હું એકલતાના અંધકારમાં ખોવાયેલી હતી જો મને માધવી ન મળી હોત તો આજ દિવસ સુધી અંધકારમાં જ કેદ રહેત.માધવી જેવી સહ્રદયી,નિખાલસ નિસ્વાર્થી સખી મળવી મુશ્કેલ છે એ મારૂં સદ્ભાગ્ય છે કે મને એનો સાથ મળ્યો અને એણે આપ સૌને મારો પરિચય કરાવ્યો.હું મૂક બધીર છું જો એ ધારત તો મારી રચનાઓ પોતાની છે એમ કહી જશ ખાટી શકે એમ હોવા છતા એણે એમ ન કર્યું તે એની અમિરાત છે આજે એ વાતનો પુરાવો આપ સામે છે.હું સદા માધવીની ઋણી રહીશ આભાર.’
આખો હોલ તાળીઓના ગળગડાટથી ગુંજી ઉઠ્યો તો બન્ને સખીઓ ભીની આંખે એક બીજાને ભેટી પડી માધવીએ નિલાંબરીને મનમોહન ઉપાધ્યાય સમક્ષ ઊભી રાખી તો તેમણે નિલાંબરીને શાલ ઓઢાળી એનું સન્માન કર્યું તો ફરી એક વાર તાળીઓના ગળગડાટ થયોં નિલાંબરીએ એ શાલ આંખે અડાડી માધવીને ઓઢાલી ત્યારે બંને સખીની આંખો હર્ષાશ્રુથી ભિંજાઇ.
Filed under: Stories |
Leave a Reply