પુત્રવધુ 

shama11        

          લાલપર એટલે ડુંગરાઓની તળેટીમાં આવેલ સાંવરી નદીના કિનારે વસેલું ખેતર અને વાડીઓમાં લહેરાતા લીલા કુંજાર મોલથી શોભતું લીલુછમ ગામ. મુખ્ય વસ્તી માલધારી અને ખેડૂતોની એ મહીં હીરા (હીરજી) પટેલના એક સેઢાથી જોડાયલા બે ખેતર હતા.એકમાં શેરડી અને બીજામાં મગફળી અને કપાસનું વાવેતર કરેલું.બંને ખેતરના સેઢે આંબા,જાંબુ,જામફળ, વડ જેવા ઘટાદાર ઝાડો અને એક ખેતરમાં માંડવા જેમ ચાર લીમડાના ઘેઘૂર ઝાડ હતા જેની વચ્ચે હીરાએ એક ખાટલો રાખેલો. Continue reading

શે’ર (૭)

કલમ અને કિતાબ

સહર્ષ સફળતાના સોપાન સર કરતા ગયા;

‘ધુફારી’ અંતિમ સોપાને કોઇ ઇમારત નથી

-૦-

મારાથી તને પ્રેમ છે એ વ્હેમ છો રહે અકબંધ;

એના સહારે તો વીતી રહીછે ‘ધુફારી’ જિન્દગી

-૦-

વાયદાની બઝારો અચાનક તેજ થઇ;

સોદાગરતો ‘ધુફારી’ પ્રેમદા ટોળે વળી

દુષ્કાળ

farmer

        ચંદનપર ઉપરથી અષાઢ ગયો ને શ્રાવણ પણ ગયો તે દરમ્યાન વરસાદનું એક ટીપું પણ ન પડયું.જ્યાં નજર ફરે ત્યાં કો વિધવાના ભાલ સરખી કોરી ધાકોર ભોમકા નજરે પડતી હતી.કાયં પણ ઘાસનું એક તણખલું નહોતું,અવાડામાં પણ પાણી ક્યાં? કોઇ કુવાનું તળિયું ઊંડુ હતું તેમાં બે ધુંટડા જેટલું પાણી માંડ હતું, તો કોઇ કુવાના તળ કોરા ધાકોર હતા. કંચનસર તળાવ પણ સૂકાઇ ગયું હતું.ચોપગા જાનવર જીવન અને મૃત્ય વચ્ચે અટવાયેલા હતા.

કોઇ જમાનાના ખાધેલ વૃધ્ધ જને કહ્યું કદાચ ભાદરવાના ભૂસાકા થાય આ પહેલા પણ થયેલા એમ સાંભળી માલધારીઓ આભ તરફ જોવા લાગ્યા પણ ક્યાંય એક પણ કાળો વાદળ દેખાયો નહીં, માલધારીઓએ પોતાના બચેલ ચોપગા જાનવર લઇ ગુજરાતની વાટે રવાના થયા.

Continue reading

તું ગ્યો ફસી

20051011 (24)

નયન કેરા દ્વારથી આવી વસી

એક માનુની કહો કે દિલ નશી

એ અચાનક રાહમાં જાતી મળી

Continue reading

મન મહાસાગરના મોતી (૨)

pearl

(ગતાંકથી આગળ)   

     આ સાંભળતા હોલમાં બેઠેલ બધા સ્તબ્ધ થઇ ગયા એટલે માધવી મહેતાએ કહ્યું

‘હું બસ તેમની રચનાઓને વાચા આપતું એક માધ્યમ છું…’

‘આપ પ્રેક્ષકોને તેમનો પરિચય કરાવો..’નયના પરમારે કહ્યું Continue reading