રોટરી કલ્બનો હોલ ખીચો ખીચ ભરેલ હતો આજે જાણીતી કવિયેત્રી નીલાંબરી ઉર્ફે ‘નીલા’ રચિત કાવ્ય સંગ્રહ ‘મન મહાસાગરના મોતી’નું વિમોચન જાણિતા સાક્ષર શ્રી મનમોહન ઉપાધ્યાયના વરદ હસ્તે થવાનું હતું અને બાદમાં ‘એક શામ નીલા કે નામ’ કાર્યક્રમમાં નીલાની રચનાઓ સુર બધ્ધ કરી જાણિતા ગાયક નયન ચંદારાણા અને ગાયિકા કુસુમ તલવરકરના કંઠે રજુ થવાનું હતું.
અચાનક હોલમાં ઉદઘોષક કુમારી નયના પરમારનો અવાઝ સંભળાયો અને હોલમાં થતો કલબલાટ શાંત થઇ ગયો
‘અતિથી વિશેષ શ્રી મનમોહન ઉપાધ્યાયજી,રોટરી ક્લબના પ્રમુખ શ્રી વિરેન્દ્ર સેજપાલ,સુર સંગિત અને સાહિત્ય સંસ્થાના મહામંત્રીશ્રી પ્રાણજીવન જોશી, કુમારી નિલાંબરી ટંડન તથા આમંત્રિત મહેમાનોનું આજના આ વિશેષ કાર્યક્રમમાં ભાવભીનું સ્વાગત છે.શ્રી મનમોહનજીને વિનંતી કે દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમનું શુભ આરંભ કરે શ્રી મનમોહનજી પધારો..’
શ્રી મનમોહન ઉપાધ્યાયે દીપ પ્રાગટ્ય કર્યું તો હોલ તાળિઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો
‘હવે હું કુમારી કોમલ કાનાબારને વિનંતી કરીશ કે તેઓ સરસ્વતી વંદના રજુ કરે કુમારી કોમલ..’
યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા,
યા વીણા વરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના;
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૂતિભોર્દેવૈઃ સદા વન્દિતા,
સામાંપાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા.
‘હવે હું શ્રી મનમોહનજીને કુમારી નિલાંબરી ટંડન ઉર્ફે નીલા રચિત કાવ્ય સંગ્રહ પુસ્તિકા ‘મન મહાસાગરના મોતી’ ની વિમોચન વિધી કરી પ્રસ્તુત કરે..’ એ સાંભળી સુર સંગિત અને સાહિત્ય સંસ્થાના મહામંત્રીશ્રી પ્રાણજીવન જોશીએ એક ગિફ્ટ પેક શ્રી મનમોહનજી ને આપ્યું તે ગિફ્ટ પેક ખોલીને પુસ્તિકા બંને હાથમાં પકડી દર્શકો સમક્ષ ફેરાવી રજુ કરી તો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો
‘હવે આ પુસ્તિકાના પ્રકાશક સુર સંગિત અને સાહિત્ય સંસ્થાના મહામંત્રીશ્રી પ્રાણજીવન જોશીને વિનંતિ કરીશ કે તેઓ પુસ્તિકા વિષે બે શબ્દો કહે…’
‘મેં નિલાંબરીને ગણી વખત મુશાયરામાં, આકાશવાણી પર અને સમાચાર પત્રોમાં એમની રચના વાંચી સાંભળી છે એમની દરેક રચના ઉત્તમ કોટીની હોય છે એવી રચનાનું સંગ્રહ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે તે માટે અમને ગર્વ છે આપ પણ આ કાર્યક્રમમાં તેમની સ્વર બધ્ધ રચનાઓનો લ્હાવો લઇ શકશો એટલે આટલેથી વિરમું છું આભાર..’
‘હવે હું અતિથી વિશેષ શ્રી મનમોહન ઉપાધ્યાયને વિનંતિ કરીશ કે તેઓ કુમારી નિલાંબરી ટંડનને શાલ ઓઢાળીને એમનું સન્માન કરે… કહી નયના પરમારે ત્યાં બેઠેલ કુમારી માધવી મહેતાને હાથ પકડી સ્ટેઝ પર દોરી લાવી ત્યારે નયના પરમાર પાસેથી માઇક લઇ એણે કહ્યું
‘હું નિલાંબરી ટંડન નથી મારું નામ માધવી મહેતા છે….’ સાંભળી હોલમાં હોહા થઇ ગઇ
‘તમે નિલાંબરી ટંડન નથી…? તો નિલાંબરી ટંડન કોણ છે…?’ ’નયના પરમારે આશ્ચર્ય પામતા પુછ્યું તો કેટલાક લોકો ઉત્સુકતાવસ ઊભા થઇ આસપાસ નજર ફેરવવા લાગ્યા.
એટલે માધવી મહેતા સ્ટેઝ પરથી ઉતરી પહેલી હરોળમાં બેઠેલ એક સ્વરૂપવાન યુવતીનો હાથ પકડી સ્ટેજ પર દોરી લાવી કહ્યું
‘આ છે નિલાંબરી ટંડન…પણ માફ કરજો તમારી કોઇ પણ વાત નો જવાબ આપવા તેઓ અસમર્થ છે કારણ કે તેઓ મૂક બધીર છે…’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply