એક યુવાન પોતાની મોજમાં જાહેર રસ્તા પર જઇ રહ્યો હતો ત્યાં આવતા એક બાઇક ચાલક પાછળથી એને હડસેલો મારી ભાગી છુટયો ઓલો રોડ પર પડી પીડામાં કણસતો હતો એટલામાં ત્યાં આવેલી બીજીના ચાલકે બાઇક ઊભી રાખી તેની વીડિઓ ઉતારવી શરૂ કરી તો ત્યાંતો મનુભાનો છકડો આવી ઊભો રહ્યો અને ક્લિપ ઉતારતા ચાલકને કોલરમાંથી પકડી એક અડબોથ મારી કહ્યું
‘અલ્યા બેશરમ આને મદદ કરવાના બદલે એની ફિલમ ઉતારતા શરમાતો નથી તું તે માણસછો કે હેવાન?’
આ વાત ચાલતી હતી ત્યાં સામેથી આવતો કરશને છકડો ઊભો રાખી પુછ્યું
‘શું થયું બાપુ..?’
‘અરે આ બિચારો પીડામાં કણસ્તો હતો તેને મદદ કરવાને બદલે આ બેશરમ ફિલમ ઉતારતો હતો’
‘મૂકોને બાપુ આવા બેશરમ મદદ કરી કોઇને ઉગારે નહીં બસ ફિલમ જ ઉતારે ચાલો મદદ કરોતો આને હોસ્પીટલ પહોંચાડીએ’
કહી ઘાયલને છકડામાં સુવડાવીને બંને છકડા રવાના થઇ ગયા. લોકો ભેગા થઇ ગયા તેમાં ખસિયાણા પડેલો ચાલક અજાણી શેરીમાં આવી ચડેલો કુતરો જેમ બે પગ વચ્ચે પુછડી દબાવી સરકે તેમ સરકવા જતો હતો તો તેની બાજુમાં ઊભેલા બેજણની આંખોના હાવભાવ ફરીગયા અને એકે તેને કોલરમાં પકડયો ને ધોલ ધપાટ ચાલુ થઇ પછી ઘેરામાં ઘેરાતા તેનો એવો તાલ થયો કે જાણે કાગડે જડેલો ઘુવડ.
૧૨-૦૯-૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply