(ગતાંકથી આગળ)
‘મારા લગ્ન થયા એ પહેલા એક દિવસ મમ્મીએ મને અમારા ઘર નજીકના ચંદ્રમૌલી મોલમાંથી અખરોટ અને કાજુ લાવવા કહ્યું હું બાઇક પાર્ક કરતી હતી ત્યાં સુરભીને મોલમાંથી બહાર આવતી જોઇ એને રોકીને પુછ્યું શું અલી બહુ ખુશખુશાલ દેખાય છે લીધું મોલમાંથી.? તો એણે કહ્યું મન ભરીને ખરીદી કરી તો મેં પુછ્યું ખરીદી કરેલ સામાન ક્યાં છે? તો કહ્યું એ ટ્રોલી તો હું મોલમાં જ મૂકી આવી કહી મલકી તો મેં પુછ્યું મોલ વાળા હોમ ડિલીવરી કરશે.? તો એણે કહ્યું ના મને નવાઇ લાગી તો એણે જ કહ્યું ટાઇમ પાસ કરવા મન ભરીને ખરીદી કરવી અને પછી ટ્રોલી ત્યાં એકાદ ખુણામાં મૂકી સરકી જવાનું કહી આખોં નચાવતી મલકીને એ જતી રહી’કહી જીજ્ઞાએ એક નિસાસો નાખ્યો.
‘આમ તો એ પહેલેથી મનચલી અને પોતાનું ધાર્યું કરનારી છે પણ આટલી હદે જશે એ જાણી નવાઇ લાગે છે’એમ કહી ગુંજાએ પુછયું
‘પણ વાત છુટાછેડા સુધી કેમ પહોંચી?’
‘સુરભીએ આ એક મોલમાં નહીં લગભગ આઠ નવ મોલમાં આ જ યુક્તિ અજમાવેલી મોલવાળાના આપસમાં વાત વહેતી થઇ અને જ્યારે એપલ પ્લાઝા મોલમાં આ યુક્તિ અજમાવી ત્યારે મોલના સ્ટાફે આવી સામાન ભરેલી ટ્રોલી એક ખુણામાં મળી આવી છે એવી જાણ મેનેજરને કરી એણે સીસી કેમેરા ના ફૂટેજ ચેક કરતા સુરભીને ખરીદી કરતી અને ટ્રોલી મોલના એક ખુણામાં મૂકી સરકી જતી જોઇ તેણે એનો સ્નેપ લઇને જ્યાં જયાં આ યુક્તિ અજમાવી હતી એ સૌને મોકલાવી કે આ તમારા મોલમાં આ યુવતી ફરી દેખાય તો સાવધાન થઇ પોલીસને સોંપી દેજો.’
‘ને સુરભી ઝડપાઇ ગઇ એમને? પણ તોંય છુટાછેડા..?’
‘સુરભી પાછી ચંદ્રમૌલી મોલમાં આવી સ્ટાફ સતર્ક થઇ ગયો અને તેમાંનો એક લપાઇ સુરભી પર નજર રાખતો હતો.જ્યારે સુરભી ટ્રોલી મૂકી સરકવાની તૈયારીમાં હતી ત્યારે મોલના દરવાજા બંધ કરી મેનેજરને બોલાવવામાં આવ્યા.મેનેજરે સુરભીએ મૂકેલ ટ્રોલી ધકેલતા કહ્યું ચાલો મેડમ હું તમને મદદ કરું કાઉન્ટર પર આ સામનનું પેમેન્ટ કરી દો, તો સુરભી ગભરાઇ ગઇ ને કહ્યું મારી પાસે પૈસા નથી તો મેનેજરે કહ્યું કંઇ વાંધો નહીં આ સામાન જે જે રેક પરથી ઉપાડયો છે ત્યાં મૂકી આવો અને એક સ્ટાફ મેમ્બરની નજર હેઠળ બધો સામાન પાછો રેક પર મૂકી સુરભી પાછી આવી મેનેજરને કહ્યું મારી આ ભૂલ બદલ મને માફ કરો કહી સુરભી રડી પડી મેનેજરે એને પાણી પાઇ શાંત પાડીને એક ટેબલ પાસે બેસાડી એક લેટર પેડ ને બોલ પેન આપી કહ્યું આના પર લખો કે આમ ખોટી ખરીદી કરી ટ્રોલી મોલમાં મૂકી ભાગી જવાની ભૂલ હું ફરી કદી નહીં કરું, તો સુરભીએ તેમ લખી મેનેજરને લેટર પેડ પાછું આપ્યું તો મેનેજરે કહ્યું મેડમ આમ આપે ૧૦૮ વખત લખવાનું છે ચાલો શરૂ થઇ જાવ. સાંભળી સુરભીએ ઘણી આજીજી કરી પણ મેનેજર પોતાના નિર્ણય પર અડગ હતો અને ન છુટકે સુરભીને એનો અમલ કરવો પડયો. આ વાત કોઇ અડવિતરાએ ન્યુઝ પેપરના રિપોર્ટરને કરી, વાત છાપે ચઢી ગઇ અને આબરૂના ધજાગરા થિઇ ગયા. એ જ કારણ પર સુરભી સાથે છુટાછેડાની અરજી ભૂપેને અદાલતમાં દાખલ કરી છે’ભીની આંખે જીજ્ઞાએ કહ્યું
‘મને કાલે સ્વાતિ મળેલી એણે જ કહ્યું કે સુરભીના છુટાછેડા થઇ ગયા..’ ગુંજાએ કહ્યું
‘તો ચાલ સુરભીને મળી આવીએ’જીજ્ઞાએ કહ્યું
સુરભી હવે માવિત્રે જ હશે એમ ધારી બંને સહેલી સુરભીના ઘેર આવી ત્યારે સોસાયટીના કંપાઉન્ડમાં લોકો ભેગા થયા હતા. તેના વચ્ચે ત્રણેક જણ નનામી બાંધવામાં વ્યસ્ત હતા.સોસાયટીના બાંકડા પર બેઠેલી એક માજીને જીજ્ઞાએ પુછ્યું
‘અહીં શું થયું છે માજી..?’
‘ઓલા ચાંપલાની અભાગણી સુરભીએ પંખામાં લટકી આપઘાત કર્યો છે’
સાંભળી બંને સહેલીના પગ તળેથી જમીન સરકી જતી લાગી અને આંખો ઉભરાઇ અને ભારે હૈયે બંને સહેલી સોસાયટી બહાર આવી ગઇ (પુરી)
૦૪-૦૯-૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply