મનચલી (૨)

girl

(ગતાંકથી આગળ)

‘મારા લગ્ન થયા એ પહેલા એક દિવસ મમ્મીએ મને અમારા ઘર નજીકના ચંદ્રમૌલી મોલમાંથી અખરોટ અને કાજુ લાવવા કહ્યું હું બાઇક પાર્ક કરતી હતી ત્યાં સુરભીને મોલમાંથી બહાર આવતી જોઇ એને રોકીને પુછ્યું શું અલી બહુ ખુશખુશાલ દેખાય છે લીધું મોલમાંથી.? તો એણે કહ્યું મન ભરીને ખરીદી કરી તો મેં પુછ્યું ખરીદી કરેલ સામાન ક્યાં છે? તો કહ્યું એ ટ્રોલી તો હું મોલમાં જ મૂકી આવી કહી મલકી તો મેં પુછ્યું મોલ વાળા હોમ ડિલીવરી કરશે.? તો એણે કહ્યું ના મને નવાઇ લાગી તો એણે જ કહ્યું ટાઇમ પાસ કરવા મન ભરીને ખરીદી કરવી અને પછી ટ્રોલી ત્યાં એકાદ ખુણામાં મૂકી સરકી જવાનું કહી આખોં નચાવતી મલકીને એ જતી રહી’કહી જીજ્ઞાએ એક નિસાસો નાખ્યો. Continue reading