મેઇન રોડ પર સામસામે આવતી બે બાઇકને અચાનક બ્રેક લાગી અને બંને ચાલક બાઇક એક તરફ પાર્ક કરીને એક બીજાને ભેટી તો સવાલ થયો
‘અલી જીગુ તું ક્યાં ચાલી..?’ગુંજાએ પુછયું
‘હું તો તને મળવા આવતી હતી પણ તું..?’
‘હું પણ તને જ મળવા આવતી હતી’કહી ગુંજા મલકી
‘તો ચાલ મારે ઘેર જઇએ અહીંથી મારું ઘર નજીક જ છે’જીજ્ઞાએ કહ્યું
બંને પોતાની બાઇકને કિક મારી જીજ્ઞાના ઘેર આવી બાઇક પાર્ક કરી જીજ્ઞાએ બેલ મારી તો દરવાજો સુલોચનાએ ખોલ્યો તો જીજ્ઞાએ કહ્યું
‘મમ્મી આ મારી સહેલી છે ગુંજા..’
‘જયશ્રી કૃષ્ણ માસી’
‘જયશ્રી કૃષ્ણ આવા ગુંજા’ કહી સુલોચનાએ ગુંજાનો હાથ પકડી અંદર લીધી ને કહ્યું
‘જીજ્ઞા તમે બંને તારા રુમમાં વાતો કરો હું ચ્હા બનાવી લાવું છું’
‘ચાલ ગુંજા મારા રુમમાં બેસીએ’કહી જીજ્ઞા આગળ ચાલી તો ગુંજા એને અનુસરી
સરસ સજાવેલો બેડરુમમાં આવી બંને સહેલી બેઠી તો ગુંજાએ શરૂઆત કરી
‘તારા લગ્ન થયા તો મારા બનેવીની ઓળખાણ કરાવ’
‘ઓળખાણવાળી મારા લગ્ન વખતે તું ક્યાં હતી તને કંકોત્રી આપવા તારે ઘેર આવેલી તો ત્યાં તાળું હતું’ જરા નારાજગીથી જીજ્ઞાએ પુછયું
‘હું મારા મામાની દીકરીના લગ્નમાં કચ્છ નખત્રાણા ગયેલી પછી મારા મામાના દીકરા ઉત્પલ પાસે બાઇક હતી તેના પર આસપાસના વિસ્તારમાં ફરી અને મમ્મી ઘણા વખતે ભાઇને મળેલી એટલે રોકાઇ ગયા’
‘હં…’કહી જીજ્ઞાએ એક ફોટો ફ્રેમ બતાડી કહ્યું
‘આ છે તારા બનેવી’
‘શું કરે છે તારા એ..?’જીજ્ઞાના પીઠમાં ધબ્બો મારતા ગુંજાએ પુછયું
‘એમનો કેટરીન્ગનો બિઝનેસ છે’
‘કેટરિન્ગ વાવ..સારો બિઝનેસ છે’ગુંજાએ કહ્યું ત્યાં સુલોચના ચ્હા નાસ્તો લાવીને મૂકી જતી રહી.
ચ્હા નાસ્તો થઇ જતા અહીં ત્યાંની વાતો થઇ તો જીજ્ઞા પોતાના લગ્નનો આલ્બંબ લાવી જેના પાના ગુંજા ફેરવતી જતી હતી અને જીજ્ઞા ફોટામાંની વ્યક્તિઓનો પરિચય આપતી જતી હતી એકાએક એક ફોટા પાસે ગુંજા અટકી અને ફોટો જોતા પુછયું
‘આ સુરભીના છૂટાછેડા થવા સુધી વાત કેમ પહોંચી?’
‘કહું છું કહું છું..’કહી જીજ્ઞા પાના ફેરવવા લાગી
આલ્બંબ જોવાઇ ગયા પછી કોરાણે મૂકતા ગુંજાએ એ જ પ્રશ્ન ફરી પુછયો
‘શું બબાલ થઇ સુરભીના લગ્ન જીવનમાં..?’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply