લક્ષ્મી (૨)

લક્ષ્મી

(ગતાંક થી ચાલુ)

‘તેં અકીના લગ્ન ક્યારે કર્યા..?’          

‘ત્રણ વરસ થયા..’

‘તો કોઇ બાળ ગોપાળ…?’

‘ના હજી મારા વ્હાલાની મહેર નથી થઇ..”કહી સુશિલા મલકી

‘ત્રણ વરસે સંતાન નહીં બહુ કહેવાય..’

‘હવે એ અકી કે અંજુના હાથની વાત થોડી છે..ઓલી જાનકીને ત્યાં પાંચ વરસે બાળક આવ્યું તે તો તને ખબર છે ને..? ઉપર વાળાના ખેલ નિરાળા છે..’

‘હા એ તો છે તો પણ…’આગળ શું બોલવું એ અવઢવમાં રમિલા અટવાઇ ત્યાં સુધી અંજલી ચ્હા અને નાસ્તો મૂકી ગઇ

‘હવે તું બધી લપ્પન છપ્પન મૂકી ચ્હા નાસ્તો કર..’સુશિલાએ જરા કડકાઇથી કહી પોતાની ચ્હાનો કપ ઉપાડતા અને નાસ્તા પ્લેટ રમિલા તરફ સરકાવતા કહ્યું એટલે રમિલા ઓછપાઇ ગઇ એ છુપાવતા પ્લેટમાંની ચકરી ઉપાડી ચાખતા પુછ્યું

‘બહુ જ સરસ છે ક્યાંથી મંગાવી…?’

‘ક્યાંથી પણ નહીં..આ તો મારી અંજુએ જાતે બનાવી છે..’મલકીને સુશિલા કહ્યું

         આખર ચ્હા નાસ્તો કરી રમિલા ગઇ તો એને વળાવી પોતાની ખુરશીમાં બેસતા સુશિલાએ કહ્યું

‘હાશ લપ ટળી..’

‘મમ્મી કોણ હતા એ પહેલાં ક્યારે જોયા નથી..’ખાલી વાસણ ઉપાડતા અંજલીએ પુછ્યું

‘તું ક્યાંથી જાણે દીકરી એ જબલપુરમાં હતી હમણાં જ મુંબઇ આવી છે તદન નવરી નાથી અને મહા માયા છે કોઇના ઘરમાં ઉબાંડિયું કેમ કરવું એ જ એનું કામ છે..’

‘હં..’કહેતા અંજલી મલકી   

‘તને સંતાન કેમ નથી એનો ખોટો વ્હેમ મારા મનમાં ભરવા આવી હતી પણ મેં જરા કડકાઇ વાપરી એટલે અહીં દાળ નહીં ગળે સમજી ઓછપાઇને જતી રહી..’

         રાત્રે અંજલીએ અક્ષયને સુશિલાની સખી રમિલાની બધી વાત કરી. કોઇ કાળ ઘડીએ સુશિલાના મનમાં આ વહેમ ઘર કરે એ પહેલા આપણે આપણું ચેકઅપ કરાવી લેવું જોઇએ કારણ કે પુરૂષ કરતા સ્ત્રી પર વધુ વ્હેમ ધરાય છે તું સમજે છેને કે હું શું કહેવા માંગુ  છું…? તો અક્ષયે માથું ધુણાવીને હામી ભરી અને બીજા દિવસે લેબ્રોટરીમાં ચેકઅપ કરાવ્યું તો રિપોર્ટ નોર્મલ આવ્યા જે એક કવરમાં મૂકી ટીવી સ્ટેન્ડ પર મૂક્યો જેથી સુશિલાની નજર પડે ને વાત થી માહિતગાર થઇ જાય 

            ત્રણ મહિને સવારમાં વાસંતીનો ફોન આવ્યો

‘હલ્લો..હા બોલ વસુ તે શું સવારના પહોરમાં તને હું યાદ આવી..?’

‘………….’

‘વેવાણને વધામણી હું દાદી થઇશ તો તને પણ નાનીનો મોભો મળશે ને..?’

‘………….’

‘અરે અંજુ દીકરી તારી મમ્મીનો ફોન છે…’સાદ પાડી સુશિલાએ ફોન અંજલીને આપ્યો (ક્રમશ)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: