આજ મેં જોયો આયનો તે મહીં પડતા નજર,
ત્યાં નતી મારી છબી કાં ? તે મહીં પડતા નજર;
ના શરાબી હું હતો કે ભાંગની પણ નોતી અસર;
ત્યારે ‘ધુફારી’એ કહ્યું કે પ્રેમની થઇ ગઇ છે અસર
૦૭–૦૮–૨૦૧૬
પંખીની જેમ માળા બાંધતા ભુલી ગયા
મળેલી પાંખ તો પણ ઉડતા ભુલી ગયા
‘ધુફારી’ને હવે સમજાય છે ભુલો બધી
અગન એ થાય પહેલા ઠારતા ભુલી ગયા
૧૪-૧૧-૨૦૧૭
Filed under: Poem | Leave a comment »