ચહેરા પરે તું કેશ કેરૂ આવરણ શાને કરે
તેના પછી ચહેરા તણું અવતરણ શાને કરે
હું રાહ જોતો બસ રહું તારા કશા વાવડ નથી
આ રાહ જોતા નયન આસું ઝરણ શાને કરે
અરમાન સૌ આવી કરીને પુછતા એવું સતત
જ્યારે મળે તું પૂછવું આ આચરણ શાને કરે
સંગાથ ક્યાં છુટી જશે એ ભય મહીં જીવ્યા કરું
આ રોજની થાતી રમત જીવન મરણ શાને કરે
હું વાત ના માનું ‘ધુફારી’ રોજ જે કહે છે સતત
બસ ચોખવટ તું એ કરી લે દિલ હરણ શાને કરે
૨૦-૦૫-૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply