દીકરાઓને ભણાવવા અને પરણાવવા પાછળ મરણ મૂડી વાપરી ખૂંવાર અને ઘરભંગ થયેલ અને પત્નીની વિયોગમાં ઝુરાપો વેઠતા પથારી વસ મોરારજીને હવે વૃધ્ધાશ્રમમાં મૂકી આવવાની અને પછી આ બંગલાનું વેંચાણ કરી સરખા ભાગે રકમ વ્હેંચી લેવાની તજવીજની મનસુબો તેના ત્રણ દીકરા જતીન,માધવ અને રાઘવ કરી રહ્યા હતા ત્યાં બેડરૂમમાંથી મોરારજીનો સાદ સંભળાયો
‘જતીન દીકરા જરા અહીં આવતો.’
‘આ ડોસો સુખે બેસવા પણ નહીં દે’ એવો બડબડાટ કરતા ‘એ આવું બાપુજી’ કહી ક મને જતીન મોરારજીની પથારી પાસે આવી કહ્યું
‘હં બોલો શું કામ છે.?’
‘જરા જીવરાજ કાકાને બોલાવી આવને.’
‘જીવરાજ કાકાનું તમારે શું કામ છે.?’
‘તેને એક જવાબદારી સોંપવાની છે’
સાંભળી જતીનને થયું આ જવાબદારીમાંથી છુટાય તો સારૂં એટલે મનોમન ખુશ થતા કહ્યું
‘ભલે હમણાં જ બોલાવી આવું છું’
થોડીવારમાં જતીન જીવરાજને બોલાવી આવ્યો
‘હાં બોલ મોરાર શી વાત છે.?’
તો મોરારજીએ ઓશિકાના ગ્લેફમાં હાથ નાખી એક ચાવી કાઢી જીવરાજને દેખાડતા કહ્યું
‘આ માધાપરની સ્ટૅટ બેંકના લોકરની ચાવી છે જે હું મરી જાઉં ત્યાર પછી ખોલજે આ જવાબદારીમાંથી છૂટી હવે હું શાંતીથી મરી શકીશ’કહી ચાવી જીવરાજના હાથમાં આપી
‘અરે મોરાર તને કશુ નથી થવાનું મેં ગઇકાલેજ ડોકટર સાતોકર સાથે વાત કરી છે તેણે કહ્યું પેસંટને મારા ક્લિનીકમાં દાખલ કરી દે હું મારી ટીમ સાથે તેમનો ઇલાજ કરીશ’
‘જીવુ આ બધા ખોટા હવાતિયા છે’
‘ના પપ્પા જીવરાજકાકા બરોબર કહે છે આપણે આજે સાંજે જ ત્યાં તમને એડમિટ કરાવી દેશું’લોકરની વાત સાંભળી કશોક દલ્લો મળવાની આશા સાથે જતીને કહ્યું
‘ભલે જેવી તારી મરજી’
સાંજે જ ડોકટર સાતોકરના ક્લિનીકમાં મોરારજીને અડમિટ કરી દીધો એક મહિનાની ટ્રીટમેંટ પછી મોરારજી હરતો ફરતો થઇ ગયો લોકરમાંથી દલ્લો માળવાની આશામાં મોરારજીની સેવામાં ત્રણેય ભાઇઓમાં જાણે હોડ લાગી ગઇ અને આખર ત્રણ વરસ ભરપુર મોજથી જીવ્યા પછી એક સવારે પથારીમાં જ તેમનો પાર્થિવ દેહ મળ્યો તો સારી રીતે તેના અગ્નિસંસ્કાર અને ઉત્તરક્રિયા કરી એ પત્યા પછી જતીને જીવરાજને લોકર ખોલવા કહ્યું
‘પપ્પાએ માધાપરમાં લોકર રાખ્યો છે એવી ક્યારે જાણ પણ નહીં કરેલી’ એવી ચર્ચા કરતા સૌ માધાપર આવ્યા અને જીવરાજે બેંક મેનેજરને મળીને લોકર ખોલાવ્યું તો લોકરમાંથી એક ચબરકી મળી જેમાં લખ્યું હતું તમને ભણાવવા અને પરણાવી ઠરી ઠામ કરતા ખૂંવાર થયેલ બાપ પાસેથી હજુ દલ્લો જોઇએ છે? પણ હું પણ તમારો બાપ છું વાંચી બધાનો હરખ હવા થઇ ગયો
‘આ ડોસાએ તો ભારે કરી એવા બબડાટ સાથે સૌ ઘેર આવ્યા ત્યાં બારણા પર નોટિસ ચોટાડેલી મળી કે આ બંગલો એક મહિનામાં ખાલી કરી આપવો નહીંતર કાનુની પગલા લેવામાં આવશે ફાટી આંખે આ વાંચી બધાના હરખ ભેર કરેલા મનસુબાની હવા નીકળી ગઇ (પુરી) ૨૬.૦૫.૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply