તમરા તણો આવાઝ ઝાંઝર જેમ લાગે છે
કો યૌવના ક્યાં ચાલતીનો વ્હેમ લાગે છે
સંધ્યા તણાં રંગો છવાયા આભમાં જાણે
છાયો ગવન કો યૌવનાનો વ્હેમ લાગે છે
વાદળ તણી આડસ મહીંનો ચાંદલો જાણે
કો યૌવનાનો હો વદનનો વ્હેમ લાગે છે
આ વાયરા સાથે વહેલી શી હતી ખુશ્બુ
કો યૌવનાના બદનની નો વ્હેમ લાગે છે
પુછ્યું ‘ધુફારી’ને ભલા આ કેમ ને શું છે?
આ પ્રેમની મન પર અસર હો એમ લાગે છે
૦૧-૦૭-૨૦૧૭
Filed under: Poem |
Leave a Reply