કંકુમા બસની લાઇનમાં ઊભા હતા.બસ આવી તો કંડકટર જરા દયાવાન હતો તેણે બીજા પેસેન્જરને રોકીને કહ્યું
‘પહેલા માજીને ચડવા દો’
‘ભગવાન તારું ભલુ કરે દીકરા’
કહી કંકુમા બસમાં ચડી ગયા એમણે બસમાં નજર કરી પણ કોઇ સીટ ખાલી ન હતી એમની પાછળ બીજા પેસેંજર પણ ચડ્યા તો કંકુમા આગળ ચાલ્યા અને એક સીટને પકડી ઊભા રહ્યા પણ કોઇને આ ડોશી પર દયા ન આવી તો એમણે એક નિશાસો નાખ્યો.બસ ચાલુ થઇ અને બીજા સ્ટેશન પર ઊભા હતા તેમાંના અમુક ઉતર્યા અને બીજા ચડ્યા તેમાં એક જીંસ,ટી શર્ટ,ગોગલ્સ પહેરેલી અને ખુલ્લા વાળ વાળી એક યુવતી ચડી તો એક છેલબટાઉએ તેને પોતાની સીટ ઓફર કરી તો એ યુવતી ‘થેંકસ’ કહી બેઠી ત્યાં એની નજર કંકુમા પર પડી તો એણે હાથના ઇશારે પોતાની પાસે બોલાવ્યા અને પોતે ઊભી થઇ કંકુમાના બંને ખભા પકડી પોતાની સીટ પર બેસાડ્યા તો કંકુમાની આંખો ઉભરાઇ તે પોતાના રૂમાલથી લૂછી તો કંકુમાએ કહ્યું
‘ભગવાન તારું ભલુ કરે દીકરી’ એ સાંભળી એ યુવતી પેલા છેલબટાઉ સામે જોઇ મલકી તો એ છોભીલો પડી ગયો (પુરી)
૦૭.૦૬.૨૦૧૮
Filed under: Stories |
Leave a Reply