શ્રવણ કાવડિયો (૩)

shravan

(ગતાંકથી ચાલુ)

‘પુરી વાત જાણ્યા વગર ગમે તેવા મંતવ્યો ન બાંધો..’રમાકાન્તે વીણા સામે જોતા અકળાઇને કહ્યું

‘……………’ વનરાજ અને વીણાએ એક બીજા સામે જોયું અને વચ્ચે ન બોલવા સહમત થયા.

‘બીજી તરફ કુમુદે નર્સને પુછ્યું મારું બીજું બાળક ક્યાં છે તો એણે કહ્યું એ મરેલું અવતર્યું હતું એટલે તેની ઉત્તરક્રિયા માટે તમારા પતિને સોંપેલ છે એ સાંભળી કુમુદ બાવરી થઇ ગઇ અને નર્સને કહ્યું મારા પતિને હમણાં જ બોલાવો.નર્સે મનહરને જાણ કરી ભારી પગે મનહર કુમુદને મળવા ગયો અને હકિકત જણાવી તો કુમુદે કહ્યું ભલે એ બાળક મરેલું છે પણ મને એક વાર બસ એક વાર મારું બાળક જોવા લાવી આપો અને ભારે હ્રદયે મનહરે એ મરેલું બાળક કુમુદ પાસે લઇ આવ્યો તો કુમુદે સજળ નયણે હાથમાં લઇ પોતાના ખભા ઉપર બાળકનું માથું રાખી આપણે રોતા બાળકને છાનું રાખવા જેમ થાબડિયે તેમ થાબડતા ગાવા લાગી હિલા વાલા કરું મારા બાલુડાને હાલૈડા જ વાલા હાં..હાં એમ ગાતી જાય અને બાળકને થાબડતી જાય વાત હોસ્પિટલમાં પસરી ગઇ તો કેટલા કુતુહલવસ કેટલા ઉપહાસવસ તો કેટલા મા ની લાગણી સમજી આસાપાસ ભેગા થઇ જોતા હતા.મનહરે આજુબાજુ ભેગા થયેલ ટોળાને જોઇ કુમુદને આમ કરતી રોકવા જતો હતો તો મેં એનો હાથ પકડી માથું ધુણાવી ના પાડી પાંચ મિનીટ પછી બાળકના હાથમાં સંચાર થયો અને બાળક રડવા લાગ્યું ત્યાં હાજર રહેલા ડોકટર,નર્સ અને અમે બધા આ અસંભવ ને સંભવમાં બદલતા દ્રષ્ય જોઇ અચંબામાં પડી ગયા.પુલકિત અને હર્ષાશ્રુ સાથે કુમુદે તરત જ બાળકને ચુમીને પોતાની છાતીએ વળગાળ્યું અને બાળક ધાવવા લાગ્યું ત્યાર બાદ તેને પ્રેમથી પહેલા બાળકની બાજુમાં સુવડાવ્યું. હોસ્પિટલમાં આશ્ચર્ય સાથે આ ચમત્કારની વાતો સાથે આનંદ આનંદ છવાઇ ગયો હવે તમે જ કહો જે માતાએ તેને જન્મ આપ્યો અને મૃત્યું ના મુખમાંથી પાછુ વાળી જીવતદાન આપ્યું એ બે દિવસ સાજી અને ચાર દિવસ માંદી રહેતી હોય એવી પોતાની માતાનો ઋણી સતીશ માને મૂકી ને બીજે ક્યાં જાય ખરો..? આ સાંભળી વનરાજ ક્ષોભમાં અટવાઇ ગયો અને વીણા પોતાની મુર્ખાઇ પર ઝંખવાઇ ગઇ (પુરી)  

(એક સત્ય ઘટનાના આધારે)*

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: