(ગતાંકથી આગળ)
‘તમે મનહરલાલના અંતરંગ મિત્ર છો એટલે સતીશ ના વખાણ કરો છો..’
‘ના આખી બીના શું છે એ જાણવાની તમે કોશીશ કરી છે..?’
‘અમે તો સતીશને ઓળખતા હતા પણ એ તો માવડિયો નીકળ્યો મારી મા મારી મા ની માલા જપનાર..’
‘તો તું જ કહે આખી બીના શી છે…?’આટલી વારથી શાંત બેઠેલ વનરાજે કહ્યું
‘સતીશની સગાઇ થઇ એ પહેલા સુરેન્દ્ર અમેરિકાથી આવેલો અને કુમુદ અને મનહરને અમેરિકા આવવા કહ્યું પણ કુમુદે જ અમે તારે ત્યાં આવીએ તો અહીં સતીશની સંભાળ કોણ લેશે કહી ના પાડેલી’
‘એમ..? આવી વાત ક્યારે કુમુદબેને મને કરી નથી..’વીણાએ કહ્યું
‘સતીશના સગપણની વાત સાંભળી સુરેન્દ્ર ખુશ થયેલો અને કહેલું સતીશના લગ્ન થઇ જાય પછી હું તમારી કોઇ વાત નહીં સાંભળુ અને તમને મારી સાથે અમેરિકા લઇ જઇશ ત્યારે પણ મનહરે કહ્યું તારે ત્યા આધુનિક હોસ્પિટલો હશે પણ તેમાં કામ કરતા બાહોશ ડોકટરો તો ભારતના જ ને..? સૌથી મોટી વાત ૧૨,૧૪ કલાકની ભલે હવાઇ સફર પણ રસ્તામાં કુમુદને કંઇ થાય તો કોના ઘર પુછવા કહી વાત ટાળેલી..’સાંભળી વનરાજ અને વીણા ઝંખવાઇને એક બીજાના સામે જોવા લાગ્યા.
‘એ હશે તો પણ…’આગળ શું બોલવું તેની અવઢવમાં વીણા અટવાઇ
‘હવે સતીશને તમે માવડિયો કહો છો તેની વાત…કુમુદના ગર્ભમાં જોડકું છે એ જાણ્યા પછી એ બહુ ગભરાયેલી રહેતી હતી એની સતત સંભાળ રાખતી મારી પત્નિ કલ્પના કુમુદને સતત શાન્તવન આપતી હતી કે તને કંઇ નહીં થાય બસ તું હિમત રાખજે બાકી ડોકટર બધી સંભાળી લેશે અને આખરે ડિલીવરીનો સમય થયો પહેલું બાળક આવ્યું પછી પાંચ મિનીટ બાદ બીજું આવ્યું પણ ડોકટરે કહ્યું કે બીજું બાળક મરેલું અવતર્યું છે.બાળોતિયામાં વીટી મૃત બાળક મનહરને આપ્યું એ જોઇ તેણે મને કહ્યું રમાકાંત આને દફનાવવા લઇ જવું જોઇશે અમે ડોકટર તરફથી સર્ટિફિકેટ મળે પછી શું કરવું તેની અવઢવમાં હતા.
‘તો આ સતીશ બાળક કોનો..?’વનરાજે અધિરાઇથી પુછ્યું
‘કોઇ બાળકને જન્મ આપી તરત મરી ગયેલ કોઇ અભાગણી બાઇનું હશે કેમ બરાબર ને..?’વીણાએ કટાક્ષ સાથે કટાણું મ્હો કરી સુર પુરાવવ્યું (ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply