મેસ જેવી રાતમાં તારા ઘણા ચમક્યા કરે,
દિવડો ઝાંખો બળે તારા સામે મલક્યા કરે
શિતળ પવનની મદભરી ચાલી જતી લહેર
પ્રેમથી પંપાળતી એ તમસ ને વિંધ્યા કરે
ઝાડ કેરા પર્ણ ખખડે લાગતું’તું જાણે હસે
તે મહીં સંધાન સાધી ચિબરી બોલયા કરે
ઝાડ કેરી ઘટાથી અચાનકથી ઉમટી પડયા
ચોતરફથી આગિયા પણ રાસડા રમ્યા કરે
મહાલવું આવી અનેરી ને અનોખી રાતમાં
ચાહે ‘ધુફારી’ એટલું અમથું સદા થાયા કરે
૨૭-૦૬-૨૦૧૮
Filed under: Poem |
Leave a Reply