(ગતાંકથી આગળ)
‘તો ચાલો હવે પપ્પા અને મોટીબાને અહીં પુણે લઇ આવીએ…’
‘ઇ જ વાત કરવા તો હું અહી આવ્યો છું કે,તેને હાલની કફોડી સ્થિતીમાંથી બહાર લાવો અને પાછલી જીંદગી સુધારો..’હરેશે કહ્યું
‘તો ચાલો કાલની ફ્લાઇટમાં મુંબઇથી કચ્છ જઇએ…’યોગેશે ઉત્સાહિત થઇ કહ્યું
‘ઉહુહુહુ..એ એટલુ સહેલું નથી..’
‘તો શું કરીશું…?’બારણામાં ઊભી રહી વાર્તાલાપ સાંભળતી સુજાતાએ પુછયું
‘હું કાલે કચ્છ જાઉં છું અને કાંત અને કૌમુદીને લઇને મહાબળેશ્વર જઇશ અને હું ફોન કરૂં એટલે તમે પુણેથી મહાબળેશ્વર આવજો…’
બીજા દિવસે હરેશ કચ્છ જવા રવાનો થ્યો.મુસાફરીનો થાક ઉતારી કૃષ્ણકાંતને મંગલ પ્રભાત પર મળવા ગયો અને અહીંથી પુણે ગયા અને પુણેમાં સુજાતા અને તેના સંતાનો સાથે થયેલ વાત અને ગોઠણથી માહિતગાર કર્યો.
‘તો હવે…?’ કૃષ્ણકાંતે પુછયું
‘બે દિવસ પછી હું,તરૂ,તું અને ભાભી અહિંથી પુણે અને પછી મહાબળેશ્વર જઇશું પછી એક જ હોટલમાં ચેક ઇન કરીશું અને હું ફોન કરીશ એટલે સુજાતા,નરેશ અને યોગેશ લઇ મહાબળેશ્વર આવશે પછી તમારો મેળાપ કરી આપીશ’
‘મારા દીકરાઓના નામ નરેશ અને યોગેશ છે…?’ કૃષ્ણકાંત હર્ષિત થઇ પુછયું
‘હા..નરેશ ડોકટર છે અને એક ક્લિનીકમાં આસિસ્ટંટ તરિકે કામ કરે છે અને નજીકમાં જ પોતાનું ક્લિનીક શરૂ કરવાનો છે.યોગેશ એક બિલ્ડરને ત્યાં ઇન્જીનીયર તરિકે કામ કરે છે.સુજાતાએ કટો કટીના દિવસોમાં પણ મળતી રકમના ૧૦% એક બેન્ક એકાઉન્ટમાં જમા કરતી હતી તેથી આગળ જતા મોટી રકમ જમા થઇ ગઇ તેમાંથી વસાવેલ સરસ છ બેડરૂમનો બંગલો છે બે ગાડી છે’
‘સુજીને તેમણે મારા બાબત નથી પુછયું..?’
હરેશે સુજાતાએ કચ્છ મુક્યું ત્યારથી પોતે પુણે મળી આવ્યો ત્યાં સુધીની બધી વિગતવાર વાત કરી.કૃષ્ણકાંતને મળ્યા પછી હરેશ કૃષ્ણકાંતના ઘેર ગયો બેલ મારી તો કૌમુદીએ બારણું ખોલી સામે ઊભેલા હરેશને જોઇ પુછયું
‘હરીભાઇ તમે અહીં…? તમે તો કંપાલામાં હતાને…?’
‘હા જીંદગી આખી કંપાલામાં વિતી ગઇ હવે તરૂની ઇચ્છાથી હમણાં જ કચ્છ સ્થાહી થયા…’
‘કચ્છમાં હતા તે છેક આજે મળવા આવ્યા…?’જરા નારાજ થઇ કૌમુદીએ કહ્યું
‘ભાભી હું તો સમજતો હતો કે તમે સિમલામાં છો આ તો ગયા અઠવાડિયે મંગલ પ્રભાતમાં કાંતિયાનું સંપાદક તરિકે નામ વાંચીને એને મળવા ગયેલો ત્યારે તેણે અતઃ થી ઇતિ સુધીની બધી વાત કરી..’(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply