વિજોગણ(૬)

woman

(ગતાંકથી ચાલુ)

‘સુજાતાને વિચાર આવ્યો કે હવે એના શરીરની બદલાતી રચનાથી તમારી નાની અને પછી પડોશીઓ જરૂર વહેમાય અને એક યક્ષ ઉપસ્થિત થાય કે આવનાર નવજાતનો બાપ કોણ..? જોકે પુછનારને એના સાથે કંઇ લેવાદેવા નથી હોતી પણ બસ ખણખોદ કરવી હોય છે.જો સુજાતા કાંતનું નામ આપે તો કાંત પર અને મૌન રહે તો પોતા પર ચરિત્રહીનનું લેબલ લાગી જાય એટલે તમારી નાની સંતોકબાને હું મુંબઇ જાઉ છું કહી એ કચ્છથી વિદાય થઇ ગઇ.મુંબઇમાં એની સહેલી તન્વી જે એકલી જ રહેતી હતી એના પાસે એ રહી ગઇ.તન્વીની મદદથી એને ટ્યુશન મળી ગયા.અંગ્રેજી અને મેથ્સના એ ટ્યુશન સારા ચાલતા હતા અને સારી આવક થતી હતી સમય થતા તમારો જન્મ થયો.બે મહિના પછી ઘરની બાજુમાંની સ્કૂલમાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઇ.ત્યારે તન્વીનું ઘર મૂકી સુજાતાએ ભાડાનું એક મકાન લીધું અને ખાસ તમારી સંભાળ રાખવા એક બાઇ રાખી લીધી.

‘હા…એ તાઇ અમને બરાબર યાદ છે…’નરેશે કહ્યું

‘સુજાતા દિવસના નોકરી કરતી નોકરી પછી ટ્યુશન કરતી અને રાત્રે સિલાઇનું કામ કરતી હતી.’

‘હા..મમ્મીને ઘણી વખત રાત્રે મશીન ચલાવતી જોયાનું યાદ છે..’યોગેશે કહ્યું

‘સુજાતાએ પડોશીઓને કહ્યું હતું કે મારા પતિ કૃષ્ણકાંત મોમ્બાસામાં છે એમના સ્પોન્સરે પોતા પાસે તેમની પાસ પોર્ટ રાખી લીધી છે અને આપતો નથી તેથી તેઓ અહીં આવી શકતા નથી.તમોને પ્લે ગ્રુપમાં એડમિશન અપાવ્યું.તમે KG ii માં આવ્યા પછી સ્કુલના એક ફંકશનમાં સુજાતાને ખબર પડી કે,અહીં ઘણાના ફાધર ગલ્ફમાં નોકરી કરે છે.મુંબઇ તો પંચરંગી પ્રજાનો મુલક છે.અહીં ગલ્ફવાળા તો છે પણ કોઇ મોમ્બાસા વાળો ફૂટી નીકળે અને કાંત બાબત જાણકારી માંગે તો..? એટલે સુજાતા જ્યાં નોકરી કરતી હતી તે સંસ્થાની બીજી સ્કૂલ પણ ભારતમાં હતી તેથી એણે પોતાની બદલી પુણેમાં કરાવીને તમને અહીંની સ્કૂલના પહેલા ધોરણમાં દાખલ કર્યા.અહીં પણ નોકરી સાથે ટ્યુશન ચાલુ હતા અને તમને તમારી રીતે ભણાવ્યા.’******

‘હા..હું ડોકટર થયો ને યોગી ઇન્જીનીયર…’નરેશે કહ્યું

 ‘તો પપ્પા ક્યાં છે…?’યોગેશે પછયું

‘કચ્છમાં…’

‘પપ્પા તો સિમલામાં હતા ને…?’નરેશે કહ્યું

         સાંભળીને હરેશે ઉદયના ભણતર…પ્રેમ પ્રકરણ..અમેરિકામાં વસવાટ… જ્યાંનો  કામ કરતો હતો ત્યાં લાગેલી આગ..ઉદયનો વાઇન શોપનો બિઝનેશ.. એન્કાઉન્ટર અને કૃષ્ણકાંતના કચ્છ આવ્યા સુધીની બધી વાત કરી તે સાંભળી બંને ભાઇ રડી પડયા.હરેશે બંનેને બાથમાં લઇ પાણી પિવડાવી શાંત પાડયા તો નરેશે કહ્યું(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: